Abtak Media Google News

રાજકોટની ખાનગી કંપની દ્વારા શુક્રવારના રોજ  મોરબી થી રાજકોટ વચ્ચે હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, સાથો – સાથ મોરબીથી સોમનાથ દ્વારકા સુધીની હેલીકોપ્ટર સુવિધા પણ આપવામાં આવશે, મોરબી સર્કીટ હાઉસ હેલિપેડ ખાતે પ્રથમ ઉડાન ભરવામાં આવી હતી.

Helicopter Sevaપ્રાપ્ત વિગતો મુજબ ઔધોગિક નગરી મોરબીથી  રાજકોટ વચ્ચે શુક્રવારથી પ્રથમ વખત જ  ખાનગી કંપની દ્વારા હેલિકોપ્ટર સુવિધાનો સતાવાર રીતે પ્રારંભ કરવામાં આવ્યો છે, આ હવાઈ સુવિધાને કારણે મોરબીના ઉદ્યોગ જગતને એરપોર્ટની જે ખોટ પડી રહી છે તેમા રાહત મળશે.
મોરબીમાં હેલિકોપ્ટર સુવિધાના પ્રારંભ પ્રસંગે  મોરબીના અગ્રણી ઉદ્યોગપતિઓ, ધારાસભ્ય બ્રિજેશ મેરજા માજી ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ હેલિકોપ્ટર સેવા મોરબીથી રાજકોટની સાથે સાથે યાત્રાધામ સોમનાથ તેમજ દ્વારકા સુધી ઉપલબ્ધ બનશે.
હવાઈ સેવાનો પ્રારંભ થતા ઉધોગપતિઓએ જણાવ્યું હતું કે હવે મોરબીના ઉદ્યોગપતિઓનો કીમતી સમય બચી જશે અને મોરબીનો ઉધોગ વિકાસની હરણફાળ ભરશે અને કીમતી સમયનો બચાવ થશે જેથી આ સેવા આવકાર્ય છે.
પહેલી વખત જ મોરબીના  લોકોને હેલીકોપ્ટર સેવાનો લાભ મળ્યો હોવાથી શુક્રવારે હેલીકોપ્ટર શહેરના આકાશમાં ઉડતા લોકોએ અનેરો આનંદ અનુભવી કુતુહલ પૂર્વક નવી હવાઈ સુવિધા વિશે જાણકારી મેળવી રોમાંચ અનુભવ્યો હતો અને  સર્કીટ હાઉસ નજીકના હેલીપેડ ખાતે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.