Abtak Media Google News

રેલનગરમાં એક જ પરિવારનાના ત્રણ સભ્યોના મોતથી પરિવારમાં શોક

1979ની મચ્છુ પુર દુર્ઘટના બાદ મચ્છુ નદી ઉપર બાંધેલા ઐતિહાસિક પુલ તૂટવાની દુર્ઘટનાએ મોરબી પર બીજી વખત આ દુર્ઘટના રૂપી કાળચક્ર ફરી વળ્યું છે. ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ હતી. રવિવારની સાંજે અંદાજે 6 વાગ્યે ઝૂલતો પુલ તૂટતા અંદાજે 500 લોકો નદીમાં ડૂબ્યા હતા. ઘટના સર્જાયા બાદ આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યા બાદ સવારે પણ તે યથાવત રહ્યું હતું. ઘટના સર્જાયા બાદ આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યા બાદ સવારે પણ તે યથાવત રહ્યું હતું. એક પછી એક નીકળતી લાશ અને એમ્બ્યુલન્સના સાયરનથી મચ્છુ ઘાટ ઉપર કાળજું કપાવી દેનારો સન્નાટો છવાયો હતો.

સૌરાષ્ટ્રના ટુરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવામાં આવેલા ઐતિહાસિક પુલમાં ૧૪૧થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે રાજકોટના રેલનગરના એક જ પરિવારના 3 લોકોના મોત આ કરુણાંત ઘટનામાં જીવ ગુમાવ્યો હતો.

મૃતકોના નામની યાદી

ભૂપતભાઇ પરમાર
સંગીતાબેન પરમાર
વિરાજ પરમાર (14 વર્ષ)

મોરબીમાં પુર ધરાશાય થવાની ઘટનામાં પરમાર પરિવારના 3 લોકોના મોતથી આક્રદ છવાઈ ગયો છે. એક સાથે 3 સ્મશાન યાત્રા નીકળશે. મોરબી ફરવા અર્થે ગયા હતા તે સમયે 3 લોકોના મોત થયા હતા. પરિવારમાં માત્ર 1 પુત્ર બચ્યો હતો. હૃદય કંપાવી નાખે તેવું પરીવાર જનોના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે વધુમાં મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં રાજકોટના 12 લોકોના મોત નીપજ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.