Abtak Media Google News

દુકાન ભાડે રાખી બંને શખ્સો રૂપલલના પાસે પંદર દિવસથી દેહના સોદા કરાવતા હોવાની કબુલાત

શહેરના રૈયા ચોકડી પાસે આવેલા અંબિકા કોમ્પ્લેક્ષમાં કૂટણખાનું ચાલતું હોવાની બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી બે શખ્સોને રૂા.૯૯૦૦ની રોકડ સાથે ધરપકડ કરી રૂપલલનાને નારી સરક્ષણ હવાલે કરી છે.

આ અંગેની પોલીસમાંથી અંબિકા કોમ્પ્લેક્ષમાં કિસ્મત હોટલ ઉપર ડીલક્ષ મેજીક ઇટાલીયન માર્બલની બાજુની દુકાનમાં કૂટણખાનું ચાલતુ હોવાની બાતમીના આધારે ગાંધીગ્રામ પી.આઇ. વી.વી.ઓડેદરા, પી.એસ.આઇ. જે.એમ.ભટ્ટ, હેડ કોન્સ્ટેબલ રાહુલભાઇ વ્યાસ, વનરાજભાઇ લાવડીયા, કનુભાઇ બસીયા અને દિવ્યરાજસિંહ જાડેજા તેમજ મહિલા કોન્સ્ટેબલ સુરભી બેન લાંબા સહિતના સ્ટાફે ડમી ગ્રાહકને કૂટણખાના પર મોકલી દરોડો પાડયો હતો.

પોલીસે દરોડો પાડયો ત્યારે મુળ સુરતના લસકાણાના વતની અને હીરા ઘસવાનું કામ કરતા ધવલ પરેસ વણપરીયા અને બોટાદ ના લાઠીદળ ગામના અમૃત ભુદર માથોળીયા નામના શખ્સોની અટકાયત દુકાનમાં પાટીશનની આડમાં ડમી ગ્રાહક અને મહારાષ્ટ્રના મુબરા થાણેની નિખતબાનો ઉર્ફે ખુશી નિસારઅહેમદખાન પઠાણ નામની રૂપલના કઢંગી હાલતમાં મળી આવ્યા હતા.

પોલીસે રૂપલલના નિખતબાનો ઉર્ફે ખુશીને મહિલા પોલીસની મદદથી નારી સરક્ષણ વિભાગ હવાલે કરી હતી અને ધવલ પટેલ અને અમૃત પટેલની સામે કૂટણખાના અંગેનો ગુનો નોંધી ધરપકડ કરી બનેની પૂછપરછ કરતા તેઓએ હિરેન નામના શખ્સની મદદથી માસિક રૂા.૧૭ હજારના માસિક ભાડે રાખી હતી અને રૂપલલનાને ગ્રાહક દીઠ રૂા.૧૫૦૦ થી ૨૫૦૦ સુધીની રકમ વસુલ કરી રૂપલલનાને રૂા.૫૦૦ આપતા હોવાની કબુલાત આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.