Abtak Media Google News

રાજકોટ શહેરના વોર્ડ નંબર 3માં કરોડો રૂપિયાના ખર્ચે બનેલ રેલનગર અન્ડરબ્રીજમાં વગર ચોમાસે પાણી નીકળવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે મનપા તંત્ર દ્વારા પ6 લાખના ખર્ચે વોટર પ્રુફીંગ કરવાનું કામ હાથ ધરવાનું છે. જે સંદર્ભે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ બીજ બે માસ માટે બંધ કરવાની જાહેરાત કરી છે. રેલનગરના લોકોએ પોપટપરાથી જંકશન અને માધાપર ચોકડીથી સંતોષીનગર આવજા કરવા છે બે લાખથી વધુ લોકોને અસર થશે.

અન્ડરબ્રિજમાં 56 લાખના ખર્ચે થશે વોટર પ્રુફીંગ કામકાજ  પોપટપરાથી જંકશન, માધાપરથી સંતોષીનગર જઈ શકાશે

રાજકોટના રેલનગર અન્ડરબ્રીજમાં જમીન નીચેથી પાણી નીકળતું હોય અને વગર વરસાદે પણ પાણી ભરાયેલું રહેતો હોવાથી આ સમસ્યાના નિકાલ માટે 56 લાખના ખર્ચે બીજમાં ગ્રાઉટીંગ કરી આધુનિક ટેકનોલોજીથી વોટર પ્રુફીંગ કરવાનો નિર્ણય લેવાયો હતો જમીનમાંથી પાણી ડાયવર્ટ થશે પાણી ન ભરાય તે માટે નવો 3થી 4 ઇંચનો વેરીંગ કોટ બનાવવામાં આવશે આ કામગીરી આગામી એક બે દિવસમાં જ મનપા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવનાર છે

આ કામગીરી માટે બે માસ બ્રીજ બંધ રહેવાનો હોવાથી પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં જણાવ્યા પ્રમાણે રેલનગરથી બંધ જામનગર રોડ તરફ આવતા વાહનચાલકોએ પોપટપરા મેઈન રોડથી જંકશન મેઈન રોડ થઇ ગામમાં આવી શકશે જયારે જામનગર રોડ સાંઢીયા પુલથી રેલનગર તરફ જવા ઈચ્છતા લોકો પોપટપરા ઉપરાંત માધાપર ચોકડીથી મોરબી બાયપાસ મેસુર ભગત ચોકથી સંતોષીનગર મેઈન રોડથી રેલનગર તરફ જઈ વોટર પ્રુફીંગની કામગીરી અંદાજે બે મહિના જેટલો સમય ચાલવાની હોય આ દરમિયાન રેલનગરમાં વસવાટ કરતા બે લાખથી વધુ લોકોને ફરીને જવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.