Abtak Media Google News

૨૨ એપ્રિલ વિશ્ર્વભરમાં પૃથ્વીદીન તરીકે ઉજવવામા આવે છે. તેના ભાગ‚પે દેશભરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવતી હોય છે. અને પર્યાવરણ જાળવણીનો સંદેશો આપવામાં આવતો હોય છે.જેના ભાગરૂપે રવિવારે વિશ્ર્વ પૃથ્વીદિન નિમિતે રાજકોટ રેલવે ડીવીઝન દ્વારા સાયકલ રેલી અને વૃક્ષારોપણ કરી વિશ્ર્વપૃથ્વી દિનની ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

3 29રાજકોટ રેલવે ડીઆરએમ પી.બી. નિનાવેએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્ર્વ પૃથ્વી દીન નિમિતે રાજકોટ રેલવે દ્વારા તેમજ રાજકોટ સાયકલ કલબના સંયુકત ઉપક્રમે પૃથ્વી દીનની સાયકલ રેલી કાઢી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ગાર્ડન કેમ્પસમાં ૨૫ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા.

1 42

વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે, રાજકોટ રેલવે સ્ટેશન પર ટ્રેનોમાં હવે બાયો ટોઈલેટ સુવિધા દર્શાવતી શોર્ટ ફિલ્મ મુસાફરોને બતાવવામાં આવી હતી તેમજ સાથોસાથ યાત્રીકોને રોપાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતુ.

4 25

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.