Abtak Media Google News

સરદાર પટેલ લો કોલેજના પ્રિન્સીપાલ સહિત છ શખ્સો પાંચ દિવસની રિમાન્ડ પર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.કોમ. સેમેસ્ટર-3નું અર્થશાસ્ત્રનું પેપર લીક કરવાના મુદ્દે પોલીસે બાબરાની કોલેજના પ્રિન્સિપાલ સહિત છ આરોપીની  શનિવારે ધરપકડ કરી તમામને પાંચ દિવસના રિમાન્ડ મેળવી વિવિધ મુદે તપાસ હાથ ધરી છે.પોલીસે  બાબરાની સરદાર પટેલ લો કોલેજના પ્રિન્સિપાલ દિલાવર રહીમ ખુરેશી, કોલેજના ક્લાર્ક રાહુલ ભૂપત પંચાસરા અને પટાવાળા ભીખુ સવજી સેંજલિયા, મેવાસાના પારસ ગોરધન રાજગોર, સાણથલીના દિવ્યેશ લાલજી ધડુક અને કોટડાપીઠાના એલિશ પ્રવીણ ચોવટિયાની ધરપકડ કરી હતી. પોલીસે રવિવારે તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તમામ છ આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરી આરોપીને પોલીસ હવાલે કર્યા હતા.

પેપર ફૂટ્યાનો વિસ્ફોટ થયો હતો પરંતુ પ્રિન્સિપાલ દિલાવર ખુરેશીએ કાવતરું રચીને પરીક્ષા શરૂ થઇ તે પહેલા જ સીસીટીવી કેમેરા હટાવી દીધા હતા, જેથી પ્રિન્સિપાલ દિલાવરે અગાઉના પણ બે પેપર ફોડ્યાની શંકા સેવાઇ રહી છે, એટલું જ નહીં દિલાવરે પેપર ફોડવા માટે આર્થિક વ્યવહાર પણ કર્યાની દૃઢ આશંકા હોય તેમજ વિદ્યાર્થીઓને પણ અવારનવાર પેપર અગાઉથી મેળવી આપવાની લાલચ આપી હોય તે  આશંકા સાથે પોલીસે તેદિશામાં પ્રિન્સિપાલ દિલાવર ખુરેશીની આગવીઢબે યુનિ. પોલીસના પી.આઈ એ.એસ. ચાવડા પી.એસ.આઈ. એ.બી.જાડેજા, સ્ટાફ રાજેશભાઈ  મિયાત્રા, હરપાલસિંહ જાડેજા અને યુવરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફે આગવી ઢબે પૂછપરછ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.