Abtak Media Google News

કોરોનાના કેસમાં વધારો થતાં શહેરમાં ટેસ્ટીંગ માટે ફરી ધન્વંતરી રથ શરૂ કરવા રાજ્ય સરકાર પાસે માંગી મંજૂરી: ટેસ્ટીંગ બૂથ પણ ઉભા કરાશે

રાજકોટમાં છેલ્લાં ઘણા દિવસોથી કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. બીજી લહેરમાં ડરામણાં દ્રશ્યોની યાદ પણ શહેરીજનોને હવે સતાવવા લાગી છે

Advertisement

ત્યારે વધતાં સંક્રમણથી તંત્ર પણ ફફડી ઉઠ્યું છે. શહેરમાં કોરોના ટેસ્ટીંગ અને ટ્રેસીંગ માટે 70 ધન્વતરી રથ શરૂ કરવાની મંજૂરી મહાપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે માંગવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉ5રાંત શહેરમાં ફરી રાજમાર્ગો અને સર્કલ પર ટેસ્ટીંગ બૂથ કરવાની વિચારણાં પણ ચાલી રહી છે.આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હવે શહેરમાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે

ત્યારે ફરી 70 ધન્વતરી રથ શરૂ કરવાની મંજૂરી મહાપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે માંગવામાં આવી છે. જેને એકાદ-બે દિવસમાં રાજ્ય સરકાર બહાલી આપી દેશે તેવી સંભાવના જણાઇ રહી છે. મહાપાલિકા દ્વારા ફરી શહેરના તમામ 18 વોર્ડમાં ધન્વતરી રથ દોડતા કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્ય રાજમાર્ગો પર ટેસ્ટીંગ બૂથ પણ ઉભા કરવાની વિચારણાં ચાલી રહી છે. રાજ્યભરમાં સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું હોય આવામાં આકરાં નિર્ણયો પણ લેવાઇ તેવી સંભાવના જણાઇ રહી છે.

ડેંન્ગ્યૂ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસ ઘટ્યા: શ્ર્વાનનો ત્રાસ યથાવત

એક સપ્તાહમાં 344 લોકોને શ્ર્વાસે બચકાં ભર્યાં: શરદી-ઉધરસ, તાવ અને ઝાડા-ઉલ્ટીના 579 કેસ

શહેરમાં કોરોનાના સંક્રમણ સતત વધી રહ્યું છે. બીજી તરફ ડેંન્ગ્યૂ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસોમાં ઘટાડો નોંધાયો છે. જો કે શ્ર્વાનનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે.

છેલ્લાં એક સપ્તાહ દરમિયાન શહેરમાં ડેંન્ગ્યૂના 3 કેસ, મેલેરિયાના 2 કેસ અને ચિકન ગુનિયાના 1 કેસ નોંધાયો છે.આ ઉપરાંત શરદી-ઉધરસના 360 કેસ, ઝાડા-ઉલ્ટીના 77 કેસ અને સામાન્ય તાવના 149 કેસ નોંધાયા છે. છેલ્લાં એક સપ્તાહમાં 344 લોકો ડોગ બાઇટનો ભોગ બન્યા છે.

મચ્છરની ઉત્પતિ સબબ 1118 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે. 2171 ઘરમાં ફોંગીગ કરવામાં આવ્યું હતું અને 777 જગ્યાએ મચ્છરની ઉત્પત્તિ સબબ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.