Abtak Media Google News

શિવલીંગ પર અભિષેક સાથે ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવતા શિવભકતો

શહેરભરના શિવાલયોમાં આજે બમ… બમ… ભોલેના નાદ સાથે મહાશિવરાત્રીના પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી છે. ધાર્મિક સ્થળોએ વહેલી સવારથી જ શિવભકતો ભગવાફુન શિવને રિઝવવા માટે પૂજા અર્ચના કરવા ઉમટી પડયા હતા. Vlcsnap 2018 02 13 13H03M20S135Vlcsnap 2018 02 13 13H06M09S26

લધુરૂદ્ર જલાભિષેક, ચાર પ્રહરની પુજા સહિતના ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં આવેલા શિવાલયોમાં આજે મહાશિવરાત્રીના પાવન પર્વે ભાવિકોના ઘસારાના લીધે ભારે ભીડ જોવા મળી હતી.Dsc 0201

સવારે ભગવાન શિવની ભવ્ય શોભાયાત્રાઓ નિકળી હતી જેમાં જુદી જુદી સંસ્થાઓએ શોભાયાત્રાનું રૂટ ઉપર ભવ્ય સ્વાગત કર્યુ હતું દશનામ ગોસ્વામી સમાજ આયોજીત શોભાયાત્રા નાગેશ્ર્વર મહાદેવ મંદીર, ગોંડલ રોડથી પ્રસ્થાન થઇને પીડીએમ કોલેજ, સ્વામીનારાયણ ચોક આનંદ બંગલા ચોક, બાપા સીતારામ ચોક થઇને બી.ડી.કામદાર કવાર્ટરમાં સમાપન પામી હતી.Vlcsnap 2018 02 13 13H07M31S87

શોભાયાત્રામાં ભાવિકોની જનમેદની ઉમટી હતી મહાશિવરાત્રીના પર્વે સમગ્ર શહેર શિવમય બન્યું હતું.

આ ઉપરાંત આજે મહાશિવરાત્રીના પાવન પર્વ નીમીતે ભગવાન શિવના મંદીરોમાં ભાગની પ્રસાદી લેવા માટે પણ ભાવિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. રાજકોટ શહેરનાં જાણીતા અને પ્રાચીન શિવાલયો રામનાથ મહાદેવ, પંચનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ, ધારેશ્ર્વર મહાદેવ, મહાકાલેશ્ર્વર મહાદેવ સહીતના શિવ મંદીરોમાં શિવલીંગ પર શિવભકતોએ અભિષેક કરી ધન્યતાની લાગણી અનુભવી હતી.

 

મહાશિવરાત્રી પર્વ અંતર્ગત સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સર્વજ્ઞાતિ પાઠાત્મક લધુદ્ર

મહાશિવરાત્રીના પાવન પર્વ અંતર્ગત સમસ્ત બ્રહ્મસમાજ, પ્રમુખ જર્નાદનભાઇ આચાર્ય, પૂર્વ પ્રમુખ કશ્યપભાઇ શુકલ, મહામંત્રી દિપક મંડયાના માર્ગદર્શન હેઠળ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા નાગર બોડીંગ ખાતે સર્વજ્ઞાતિ પાઠાત્મક લધુ‚દ્ર યોજાયો હતો. જેમાં આચાર્ય તરીકે શાસ્ત્રીજી સચિનભાઇ ઠાકર દ્વારા પૂજન, અર્ચના કરાવવામાં આવ્યું હતું.

આ તકે જનાર્દનભાઇ આચાર્ય તથા દિપક પંડયાએ જણાવ્યું હતું કે મહાશિવરાત્રીએ ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારોમાંથી એક છે. હિન્દુ ભકતો દ્વારા ખુબ જ આસ્થા અને ઉત્સાહ સાથે આ દિવસે શિવજીની આરાધના કરવામાં આવે છે.Dsc 0659

આ દિવસે ભકિત, પુજન, અર્ચન, જપ, અભિષેક, લધુ‚દ્રી દ્વારા શિવભકતો ભકિતના રંગે રંગાઇ શિવભકિતમાં લીન બની ધન્યતા અનુભવે છે. ત્યારે મહાશિવરાત્રીના આ પાવન અવસરે છેલ્લા રપ વર્ષથી સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમમાં સર્વ જ્ઞાતિ, સર્વ સમાજના આગેવાનો જોડાયા હતો. અને શિવજીનું પુજન અર્ચન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા કશ્યપભાઇ શુકલ તેમજ જર્નાદનભાઇ આચાર્યના માર્ગદર્શન હેઠળ મહામંત્રી દિપકભાઇ પંડયા, પૂર્વ પ્રમુખ અનંતભાઇ ભટ્ટ, મહેન્દ્રભાઇ ત્રિવેદી, પ્રવકતા જયંત ઠાકર, મીડીયા ઇન્ચાર્જ હરેશભાઇ જોશી, પ્રભુભાઇ ત્રિવેદી, મહેન્દ્રભાઇ પંડયા, જયેશભાઇ જાની, જીજ્ઞેશભાઇ ઉપાઘ્યાય, જયેશભાઇ ભટ્ટ, યોગેશભાઇ ભટ્ટ, પંકજભાઇ વ્યાસ, વીજયભાઇ દવે, સંજયભાઇ પંડયા સહીતનાઓએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.