Abtak Media Google News

સપ્તાહના અંતિમ દિવસે  સંતો મહંતો રહ્યા ઉપસ્થિત

રાજકોટમાં સાંગણવા ચોકમાં લોહાણા મહાજન વાડીમાં સ્વ.ગોપાલજી જાદવજી નથવાણી તથા સ્વ.દ્વારકાદાસ કાનજીભાઈ કોટેચા પરિવારના યજમાનપદે કારતક માસમાં નુતન વર્ષના મંગળ દિવસોમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું પાવન આયોજન થયું હતું .

Screenshot 1 16

જેમાં વક્તા તરીકે બ્રહ્મલીન ભાગવતાચાર્ય  મનહરલાલજી મહારાજના પુત્ર તથા સેવાસંસ્થાગીતા વિદ્યાલયના સંચાલક ડો.કૃષ્ણકુમાર શાસ્ત્રી રસપ્રદ સંગીતમય શૈલીમાં કથામૃતનું રસપાન કરાવ્યુ હતું . તથા શુદ્ધ કથા , મૂળ – શાસ્ત્રોક્ત કથાની ત્રણ પેઢીની પરંપરાને અનુસરીને બોધદાયી દ્રષ્ટાંતો , વિજ્ઞાન અને અધ્યાત્મ , ભુણહત્યા , પર્યાવરણ , રાષ્ટ્રપ્રેમ , વ્યસનમુક્તિ , દહેજપ્રથા , વાચનટેવ વગેરેને આવરી લઈને લોકજાગૃતિનુ કર્તવ્ય નિભાવ્યું હતું.કથામાં પૂ.  હરિચરણદાસજી બાપુના ઉત્તરાધિકારી રામજીમંદિર ગોંડલના મહંતપૂ. જયરામદાસજી બાપુ , ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના વિવેક સ્વામી , બાલાજી હનુમાનજી મંદિરના કોઠારી સ્વામીએ ભાગવત કથામાં ઉપસ્થિત રહીને આશીર્વચન આપ્યા હતા . યજમાન પરિવારના રાજેશભાઈ રમેશચંદ્ર નથવાણી , જયેશભાઇ કોટેચા , ભાવનાબેન કોટેચા તથા સર્વે પરિવારના સદસ્યોએ પૂજાવિધિ તથા આરતીનો ધર્મલાભ લીધો હતો.કથામાં સતીચરિત્ર , નૃસિંહ પ્રાકટ્ય , વામનજન્મ , રામજન્મ , વેશભૂષાસાથે કૃષ્ણજન્મ , ભવ્ય નંદમહોત્સવ , ગિરીરાજ ઉત્સવ , તુંલસી વિવાહ , સુદામા ચરિત્ર , રુકિમણી વિવાહ વગેરે પ્રસંગો ઉજવાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.