Abtak Media Google News
  • વકિલાતનો વ્યવસાય એ ઉમદા વ્યવસાય , આઝાદીની લડતમાં વકિલો અગ્રેસર રહયા: વજુભાઈ વાળા
  • 50 વર્ષથી વધારે વિકલાતમાં યોગદાન આપનારા વકિલોનું દ્વારા સન્માન કરાયું
  • ડોડીયા અને ભગીરથસિંહ પરમાર સહિતના સિનિયર જુનિયર એડવોકેટ જહેમત ઉઠાવી હતી

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં સૌ સહભાગી બને તે માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના દરેક લોકોને વિવિધ કાર્યક્રમો ઘ્વારા જોડાવાની અપીલ કરી છે ત્યારે 75 વર્ષમાં સૌરાષ્ટ્ર કચ્છના ધારાશાસ્ત્રીશ્રીઓને એક તાંતણે બાંધવા માટે સૌપ્રથમ પ્રયાસ કરી આ મહાસંમેલનનુ આયોજન થયેલ અને તેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જીલ્લાઓમાંથી ભાજપની વિચારધારા સાથે જોડાયેલા વકીલોનું પ્રથમ વખત એક વિશાળ મહાસંમેલન રાજકોટ ખાતે તા.09/07 2022  શનિવાર સાંજે 6:00 વાગ્યે કાલાવડ રોડ, બી.એ.પી.એસ. શ્રીસ્વામિનારાયણ મંદિર, રાજકોટના સભાગૃહમાં  પ્રદેશ ભાજપના પ્રમુખ સી. આર.પાટીલ ના અઘ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતુ. ગુજરાત ભાજપના લીગલ સેલના પ્રદેશ ક્ધવીનર જે. જે. પટેલ તથા સહ સંયોજક  અનિલભાઈ દેસાઈના નેતૃત્વ હેઠળ ભાજપ લીગલ સેલના ક્ધવીનર  ઓ, સહ ક્ધવીનર ઓ અને ભાજપના સંગઠનના હોદેદારોના સંયુકત પ્રયાસોથી રાજકોટ ખાતેના સંમેલનમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના 1ર  જીલ્લા અને તાલુકાઓમાંથી ભાજપની વીચારધારામાં માનતા વકીલો વિશાળ સંખ્યામાં ઉપસ્થીત રહી સહભાગી થયા હતા.

Dsc 6447

દેશ ભાજપ લીગલ સેલના સહ સંયોજક નવનિયુક્ત અનિલભાઈ દેસાઈ ,  પિયુષભાઈ શાહ, લલિતસિંહ, બારના પ્રમુખ અર્જુનભાઈ પટેલ, કમલેશ શાહ, રૂપરાજસિંહ પરમાર રક્ષિતભાઈ કલોલા કમલેશભાઈ

કાર્યક્રમના પ્રારંભે ભારતના મીત્ર અને જાપાનના ભુતપૂર્વ વડાપ્રધાન શીન ઝો આબે ના અવસાનથી અને અમરનાથની ગુફામાં થયેલી કુદરતી આપતીમાં મુત્યુ પામનાર ભાવીકોની સ્મૃતીમાં તેમના મોક્ષાર્થે બે મીનીટનુ મૌન પાળવામા આવેલ હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ના હસ્તે દિપજવલન કર વામાં આવેલ હતુ વિશાળ સંખ્યામાં નવા સભ્યો નોંધણી ઝુંબેશ કાર્યરત હોય એવા સંજોગોમાં વકીલાતના વ્યવસાથ સાથે સંકળાયેલા અને ભાજપના વિચારધારામાં માનતા અને ભાજપના શુભેચ્છક હોય તેવા વકીલોને ભાજપના સભ્યો બનાવવા માટે વિશાળ મહાસંમેલનમાં સભ્ય નોંધણી ઝુંબેશનું લાઈવ ડેમોસ્ટ્રેશન આપી

Dsc 6502

કાર્યક્રમ માં ભાજપ લીગલ સેલના સહસંયોજક  અનિલભાઈ દેસાઈએ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના 1ર  જીલ્લા અને તાલુકા મથકો ઉ5ર થી વિશાળ સંખ્યામાં ઉપસ્થીત ર હેલા વકીલોનુ શાબ્દીક સ્વાગત કરેલ હતુ અને આ કાર્યક્રમ માં વિશાળ સંખ્યામાં ઉપસ્થીત રહેલ મહીલા વકીલોનો ખાસ ઉલ્લેખ કરીને તેમના ઉત્સાહને બીરદાવ્યો હતો. પક્ષ દવારા આ વિશાળ મહાસંમેલન યોજવાની સુચના આવતા ભાજપ લીગલ સેલના ક્ધવીનરો અને સહક્ધવીનરો અને ભાજપના સંગઠનના સૌ હોદેદારોએ ટુંકી નોટીસ અને વરસાદી વાતાવરણ હોવા છતાં પણ આટલી વિશાળ સંખ્યામાં વકીલ મીત્રો ઉપસ્થીત રહયા છે તે સૌનો હાર્દીક આભાર વ્યકત કરેલ.

Dsc 6452

ભાજપ લીગલ સેલના પ્રદેશ સંયોજક  જે. જે. પટેલ  જણાવ્યુ હતુ કે, હું છેલ્લી 5 ટર્મ થી ભાજપ લીગલ સેલનો પ્રદેશ ક્ધવીનર છુ ર 006માં ભાજપ લીગલ સેલ દવાર ા રાજય કક્ષાનું સંમેલન અમદાવાદ ખાતે યોજાયેલ હતુ ત્યારબાદ પ્રથમ વાર સૌરાષ્ટ્ર કચ્છના જીલ્લા અને તાલુકાને સાંકળી લેતુ આ વિશાળ મહાસંમેલન પરિશ્રમની પરાકાષ્ટાથી વિશાળ સંખ્યામાં વકીલમીત્રો ઉપસ્થીત છે તેનો મને આનંદ છે. મે પાંચ દિવસ સૌરાષ્ટ્ર કચ્છનો પ્રવાસ કરેલ હતો તેના પ્રતીસાદ રૂપે જ વિશાળ સંખ્યામાં વકીલો ઉપસ્થીત છે તે ભાજપ ની વિચારધારાનુ પ્રતીબીંબ છે તેમજ ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલ દવારા ર 0ર 1 ની સ્થાનિક સ્વરાજ ની સંસ્થાઓની ચુંટણીમાં કોંગ્રેસના ર 30 ઉમેદવાર ોના ફોર્મ અલગ અલગ કાયદાકીય મુદાઓ ઉઠાવી અને ચુંટણી અધીકારી સમક્ષ રજુઆતો કરી રદ કરાવેલ હતા જે લીગલ સેલ ઘ્વારા પ્રંશનીય કામગીરીને બીરદાવેલ હતી.

Dsc 6423

કાર્યક્રમ દરમ્યાન  ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું અને   પ્રધાનો સર્વશ્રી, રાધવજીભાઈ પટેલ, બ્રીજેશભાઈ મેરજા, અરવીંદભાઈ રૈયાણી, સાંસદો રામભાઈ મોકર ીયા, મોહનભાઈ કુંડાર ીયા, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા,  શહેર ભાજપ પ્રમુખશ કમલેશભાઈ મીરણી, ભાજપ લીગલ સેલના પ્રદેશ ક્ધવીનર જે. જે. પટેલ, સહ સંયોજક અનિલભાઈ દેસાઈ તેમજ દિપકભાઈ જોષી, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, રાજકોટના મેયરશ્રી ડો. પ્રદીપ ડવ, રાજકોટ બાર એસોશીએનના પ્રમુખ અર્જુનભાઈ પટેલ સહીતના સૌ મહાનુભાવોનું વિવિધ જીલ્લાના ક્ધવીનરો, સહ ક્ધવીનરો અને ભાજપ લીગલ સેલના અન્ય હોદેદારોએ સ્વાગત કરેલ હતુ.

Dsc 6505

આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છમાં 50 વર્ષ થી વિશેષ સમયથી વકીલાતના વ્યવસાયમાં કાર્યર ત એવા ર 0થી વધુ સિનિયર  વકીલમીત્રોના સન્માન નો કાર્યક્રમ પણ યોજવામાં આવેલ હતો જેમાં કર્ણાટકના પુર્વ રાજયપાલ વજુભાઈ વાળા, જસદણના એડવોકેટશ્રી જગદીશભાઈ આચાર્ય, ગોંડલના શ્રી કે.સી.શેઠ,સહીતના સૌનું સન્માન કરેલ આ કાર્યક્રમની નોંધપાત્ર બાબત એ હતી કે,  ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ  આ મહાનુભાવોની સન્માન ની વેળાએ સ્ટેજ ઉ5ર  ની નીચે ઉતરી અને મહાનુભાવો જયા બેઠા હતા ત્યાં સ્થળ ઉપર જઈ ને શાલ ઓઠાડીને તેઓને સન્માનીત કર્યા હતા.કાર્યક્રમ માં ઉપસ્થીત કણાર્ટક ના ભુતપૂર્વ ગર્વનર વજુભાઈ વાળાએ વકીલાતના

Dsc 6456

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને થી સંબોધતા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલે જણાવ્યુ હતુ કે, સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં વકીલોનુ યોગદાન લાંબા સમયથી રહેલ છે, અને ભાજપ લીગલ સેલની સક્રીયતાના કારણે સમગ્ર ગુજરાતમાં જીલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગર પાલીકાઓ, મહાનગર પાલીકાઓ, માર્કેટીગ યાર્ડ અને અન્ય સહકારી સંસ્થાઓમાં ઉમેદવારી ફોર્મ ભરવાની સાથેની તમામ વહીવટી અને કાયદાકીય પ્રક્રિયાઓ થતી હોવાના કારણે ભાજપના એકપણ ઉમેદવારોના ફોર્મ રદ થયેલ નથી તે બદલ ભાજપ લીગલ સેલના સૌ હોદેદારો અને વકીલમીત્રો ને હું અભીનંદન પાઠવુ છુ.

પાટીલે વિશેષમાં જણાવેલ હતુ કે, કેન્દ્ર સરકાર અને ર ાજય સર કાર ની વીવીધ યોજનાઓ ભાજપ લીગલ સેલના વકીલમીત્રો દવારા તેમના અસીલો અને તેમની સાથે સંકળાયેલા સૌને માહીતી આપી અને આ યોજનાઓ જન જન સુધી પહોંચાડવા વકીલો વાહક બને તો ભારતીય જનતા પાર્ટીનુ સંગઠન પણ મજબુત બનશે અને વકીલમીત્રોની સમાજ માં વ્યાપક સ્વીકૃતી બનશે,  પાટીલે પોતાના પ્રવચનમાં સૌરાષ્ટ્ર કચ્છના વકીલોની માંગણીઓને વાચા આપતા જણાવેલ હતુ કે, વકીલાતના વ્યવસાયને લગતા કોઈપણ પ્રકાર ના પ્રશ્નો હોય તે મારા ધ્યાન ઉપર લાવવા.  પાટીલે વિશેષમાં જણાવેલ હતુ કે, સૌરાષ્ટ્રને સ્પર્શતો હાઈકોર્ટ બેંચની માંગણી નો પ્રશ્ન ધણા સમય થી અણઉકેલ છે તે બારામાં જણાવ્યુ હતુ કે, વિધાનસભાની ચુંટણી બાદ ગુજરાત હાઈકોર્ટની બેંચ સુરત અને રાજકોટ ખાતે સ્થાપવા માટે કેન્દ્ર સરકાર માં ર જુઆત કરી આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે પોતે તત્પર રહેશે તેવો સધીયારો આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.