Abtak Media Google News

ટેક્સ બ્રાન્ચનો મોટાભાગનો સ્ટાફ ચૂંટણી ફરજમાં રોકાયેલો હોવાના કારણે બાકીદારોને નોટિસ, બિલ બજવણી સહિતની કામગીરી પર અસર

ચાલુ નાણાકીય વર્ષમાં કોર્પોરેશનની ટેક્સ બ્રાન્ચને રૂ.340 કરોડનો તોતીંગ ટાર્ગેટ આપવામાં આવ્યો છે. નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં ટેક્સની આવકનો આંક 212 કરોડે પહોંચ્યો છે. જો કે, હાલ ટેક્સ રિક્વરીની કામગીરી પર ચૂંટણીની આચાર સંહિતાની અસર જોવા મળી રહી છે. કારણ કે મોટાભાગનો સ્ટાફ હાલ ચૂંટણી ફરજમાં રોકાયેલો હોવાના કારણે હાલ બિલ બજવણી, નોટિસ સહિતની કામગીરી પર બ્રેક લાગી જવા પામી છે.

Advertisement

છેલ્લા એક પખવાડિયાથી ટેક્સને લગતી મોટાભાગની કામગીરી મહંદઅંશે બંધ જેવી છે. 340 કરોડના લક્ષ્યાંક સામે માત્ર 212 કરોડની વસૂલાત થવા પામી છે. હવે છેલ્લા ચાર મહિનામાં 130 કરોડથી પણ વધુની વસૂલાત કરવી પડશે. હાલ ટેક્સ બ્રાન્ચનો મોટાભાગનો સ્ટાફ ચૂંટણી ફરજમાં રોકાઇ ગયો છે. જેના કારણે ટેક્સના બિલ આપવા, બાકીદારોને ડિમાન્ડ નોટિસ આપવી સહિતની કામગીરી મહંદઅંશે બંધ પડી છે. એક તરફ કોર્પોરેશનની પોતીકી કહી શકાય તેવી ટેક્સ સિવાય કોઇ જ આવક છે નહિ બીજી તરફ હાલ ચૂંટણીની આચાર સંહિતા અમલમાં હોવાના કારણે કોઇ અન્ય જાહેરાત પણ કરી શકાતી નથી. જો હાર્ડ રિક્વરી શરૂ કરવામાં આવે તો મતદાન પર અસર પડી શકે તેમ છે. આ બધા મુદ્ાઓને ધ્યાનમાં રાખીને ટેક્સની રિક્વરીની કામગીરી બંધ પડી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.