Abtak Media Google News

3 હજાર પાનાના ચાર્જશીટ બાદ થયેલી અરજીમાં સ્પેશિયલ કોર્ટનો ચુકાદો

જામનગરમાં ગુજસીટોકના ગુનામાં પોલીસે ધરપકડ કરેલા 12 આરોપીઓ પૈકીના 7 આરોપીઓએ ચાર્જશીટ બાદ કરેલી જામીન અરજી રદ કરવાનો આજે બપોરે રાજકોટ સ્પે. ગુજસીટોક અદાલતે હુકમ કર્યો છે.જામનગર સહિત રાજ્યભરમાં ચકચારી બનેલા ભુમાફિયા જયેશ પટેલની ગેંગ સામે ગુજસીટોકના ગુનાની  ફરિયાદ ગત તા.15 ઓક્ટો – 2020ના રોજ એલસીબીના પીઆઈ કે.જી.ચૌધરીએ નોંધાવી હતી. તેમાં જયસુખ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલ સહિતના 14 આરોપીઓ સામે નોંધાયા બાદ નોંધાયા બાદ પોલીસે આ કેસમાં પોલીસે કુલ 12 લોકોની ધરપકડ કરી હતી. તમામને જુદી જુદી જેલમાં મોકલાયા હતા.

દરમિયાન આ ચકચારી કેસમાં તપાસનીશ અધિકારી જામનગર સિટી ડીવાયએસપી નિતેષ પાંડેએ એપ્રીલ માસની શરુઆતમાં રાજકોટ ખાતેની સ્પેશ્યલ ગુજસીટોક અદાલતમાં 3 હજાર પાનાની વિસ્તૃત ચાર્જશીટ રજુ કરી હતી. જે બાદ આ કેસમાં પડકડાઈને જેલમાં ગયેલા આરોપીઓ પૈકીના શેરના ધંધાર્થી પ્રફુલ પોપટ, પુર્વ પોલીસ કર્મી વશરામભાઈ મીયાત્રા, પુર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી, બિલ્ડર નિલેશભાઈ ટોલીયા, એડવોકેટ વી.એલ.માનસતા, પ્રવિણ ચોવટીયા અને બીલ્ડર મુકેશ અભંગીએ પોતાના વકીલો મારફત હાલમાં રેગ્યુલર જામીન અરજી મુકી હતી. જેની સુનાવણી અલગ અલગ પૂર્ણ થઈ હતી. તેમાં  સરકાર પક્ષે સ્પે. પી.પી. એસ. કે. વોરાએ ફરિયાદનું સમર્થન કરતી દલીલો અને ઉચ્ચ અદાલતોના જજમેન્ટ આધારો રજુ કર્યા હતા, બંને પક્ષની રજૂઆતો, દલીલો બાદ આજે બપોરે ગુજસીટોકની ખાસ અદાલતના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ યુ. ટી. દેસાઈએ સાતેય શખસોની જામીનઅરજીઓ રદ કરી  છે. આ કામમાં સરકાર પક્ષે સ્પેશિયલ પી.પી. એસ. કે. વોરાએ રજૂઆતો કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.