Abtak Media Google News

પહેલાનો એક સમય એવો હતો કે સાયકલ એ જરૂરીયાતનું સાધન માનવામાં આવતું હતુ. સાયકલને ગરીબ માણસની સવારીનું સાધન માનવામાં આવતું હતું ત્યારે સાયકલ માટે લાયસન્સ કાઢવામાં આવતું હતું. તે સમયે સાયકલ સવારી માટે મુખ્ય સાધન ગણવામાં આવતું હતું ત્યારે  હવે સમય બદલાય રહ્યો છે આજે સાયકલ એક લકઝરીયસ આઈટમ બની ગઈ છે.

Vlcsnap 2021 06 03 08H56M22S525 ટેન્ડીંગના બની ગઈ છે. આજે કોરોનાની મહામારી બાદ લોકો પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે સાયકલનો ઉપયોગ કરી રહ્યા છે. સાયકલીંગ કરી રહ્યા છે. ત્યારે માર્કેટમાં પણ સાયકલની અનેક વિધ ડિઝાઈનના મોડેલો ઉપલબ્ધ છે. પહેલા ભાવ ઘણા ઓછા હતા. જયારે અજે સાયકલના ભાવ વીસ હજારથી માંડ 5 લાખ રૂપીયા થયા છે. અને લોકો એવી પ્રીમીયમ મોંઘેરી સાયકલોની ખરીદી પણ કરે છે.

Cycle 1 1

કોરોનાની મહામારી બાદ સાયકલના વેચાણમાં 40% જેટલો વધારો જોવા મળે છે. અત્યારે પ્રિમીયમ સાયકલની ખરીદીમાં છ મહિનાના વેઈટીંગ જોવા મળી રહ્યા છે. આજે વિશ્ર્વ સાયકલ દિવસ છે ત્યારે લોકોનો સાયકલ તરફનો ઝુંકાવ વધ્યો છે. તેથી એં કહી શકાય કે સાયકલ છે સદા બહાર…

સાયકલ હવે ફીટનેશનું સાધન બન્યું છે, 6 મહિનાના પ્રિમિયમ સાયકલમાં વેઈટીંગ જોવા મળે : ધર્મેશ ટાંક (સાયકલ ઝોન)

Vlcsnap 2021 06 03 08H59M18S930

અબતક સાથેની વાતચીત દરમિયાન સાયકલ ઝોનના માલીક ધર્મેશ ટાંક એ જણાવ્યું હતુ કે અમે સાયકલના ધંધા સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છીએ પહેલા સાયકલની વ્યાખ્યા અલગ હતી જરૂરીયાત માટે ઉપયોગમાં લેવાતી આજે તે ગરીબ કે જરૂરીયાતવાળાનું સાધન ફકત નથી રહ્યુ ફીટનેશ માટે પણ લોકો સાયકલને સ્વીકારતા થયા છે. અનેધીમેધીમે તેમાં વધારો જોવા મળે છે. અમારી વાત કરૂ તો અમારૂ સાયકલનું જે ડીસ્પ્લે છે તે સ્પોટર્સ રીલેટેડ સાયકલનું વધુ છે.એક સાયકલ છે અને એક સાયકલીંગ છે. જરૂરીયાતમંદ લોકો સાયકલનો ઉપયોગ કરશે. બીજુ છે સાયકલીંગ જે ફીટનેશ માટે ઉપયોગમાં લેવાય.

બંનેના ઉપયોગ કરતા જુદાજુદા છે. અમે જે સેગમેન્ટમાં કામ કરીએ છીએ તે માત્ર ફીટનેશ અને સ્પોટર્સ સેગમેન્ટમાં કામ કરીએ છીએ. અમારે ત્યાં જે સાયકલની ખરીદીકરવા આવે તેને શા માટે લેવી છેશું ઉદેશ્ય છે.સહિતની માહિતીલઈ બાદ તેમને સાયકલ કઈ સારી રહેશે તે જણાવીએ છીએ.સાયકલમાં ત્રણ પ્રકારની સાયકલ આવે એક રોડબાયક જે સ્પોટર્સ ઈવેન્ટમાં કે લાંબી રેસમાં ભાગ લેવો હોયતો તે સેગમેન્ટ છે.ત્યારબાદ માઉનટેઈનબાયક જે ઓફ રોડના શોખીન છે.

રૂરલ એરીયામાં ફરવાના શોખીન છે તે તમામ માટે માઉનટેઈનબાયક છે. અને જેફીટનેશ લવર્સ છે. ફીટનેશ માટે રાઈડ કરે છે તેમને કમફર્ટ અને સ્પીડ બંને જોઈતી હોય તો હડરીસ્ક સાયકલ કહેવાય. અત્યારે સાયકલની ખરીદીમાં પ્રિમીયમ સેગમેન્ટમાં છ મહિના વેઈટીંગ બોલી રહ્યા છે. લોકોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે અને રાજકોટના રોડ પર હાઈબ્રીડ સાયકલ વધુ સારી છે અને લોકો ખરીદી કરે છે.

યંગસ્ટર્સની સાથોસાથ મોટી ઉંમરના લોકો પણ સાયકલ તરફ વળ્યા છે: પાર્થ મહેતા (ગેલેકસી સાયકલ)

Vlcsnap 2021 06 03 09H00M47S633

અબતક સાથેની વાતચિત દરમિયાન ગેલેકસીનાં સાયકલના પાર્થ મહેતાએ જણાવ્યું હતુ કે અમે ઘણા વર્ષોથી સાયકલના ધંધા સાથે જોડાયેલા છીએ. અમારે ત્યાં બધી પ્રકારની સાયકલ ઉપલબ્ધ છે. બાળકો માટેની બેઝીક, તથા કોઈ સાયકલીસ્ટને જોઈતી હોય તો તે પ્રકારની સાયકલો ઉપલબ્ધ છે. બાળકોની સાયકલો ત્રણ હજારથી શરૂ થઈ દસ હજાર સુધીની છે.

પ્રિમીયમ સેગ્મેન્ટમાં કોઈને સાયકલ જોઈતી હોય તો વીસ હજારથી શરૂ થઈને બે લાખ સુધીની સાયકલો ઉપલબ્ધ છે. અત્યારે યંગસ્ટર્સની સાથોસાથ 40વર્ષથી ઉપરના લોકો પણ પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે હવે સાયકલીંગ કરી રહ્યા છે અને તેનો ઘસારો વધુ જોવા મળે છે. કોરોના બાદ સાયકલની ખરીદીમાં 40%થી વધુનો વધારો થયો છે. અમે ફકત સાયકલનું વેંચાણ જ નહી પરંતુ સર્વીસ પણ કરી આપીએ છીએ.

સાયકલ પહેલા જરૂરિયાત હતી આજે સ્વાસ્થ્ય માટેનું ઉત્તમ સાધન બની ગયું છે : વિવેક ગઢવી (ઉદાસી કૃપા સાયકલ)

Vlcsnap 2021 06 03 08H57M54S150

અબતક સાથેની વાતચીત દરમિયાન ઉદાસી કૃપા સાયકલના માલિક વિવેક ભાઈ ગઢવી એ જણાવ્યુ હતુ કે પહેલાના સમય માં સાયકલ એ ગરીબ માટેનું સાધન ગણવામાં આવતું હતું. આજે તે એક લકઝરી બની ગઇ છે હાલ તે ટ્રેન્ડિંગ છે. સાયકલનું ચલણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. પહેલા અને અત્યાર ના ભાવ માં ઘણો તફાવત જોવા મળે છે.આજે પાંચ હજાર થી શરૂ થઇ બે લાખ સુધીની સાયકલની લોકો ખરીદી કરી રહ્યા છે.

એનું એક કારણ એ પણ કહી શકાય કે સાયકલ ચલાવવી આરોગ્ય માટે ખૂબ સારી છે. અને કોરોનાની આ મહામારી માં જિમ સ્વિમિંગ બંધ છે ત્યારે હવે લોકો સ્વાસ્થયની જાનવણી માટે સાયકલ લેતા થયા છે. તેમાં પણ અનેક પ્રકારના મોડલ આવે છે.દરેક લોકો ની પસંદ જુદી જુદી હોય છે અત્યારે લકઝરી પ્રીમિયમ સાયકલની ખરીદી માં છ મહિનાના વેઇટિંગ જોવા મળે છે.આજે લોકો સાયકલ તરફ વળ્યા છે. તે ખૂબ જ સારી બાબત કહી શકાય. કારણકે પહેલા લોકોને તેને ગરીબનું સાધન ગણતા આજે તે જ સાયકલ લોકોને સ્વાસ્થ્ય માટે જરૂરી લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.