રાજકોટ:સિવિલ હોસ્પિટલ ચોકમાં પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા ચોરતરફ પાણી ફરી વળ્યા

રાજકોટમાં અવાર -નવાર પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતું હોય છે. રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ચોકમાં ઢેબર બ્રિજનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. ત્યારે આજરોજ સવારે સિવિલ હોસ્પિટલ ચોકમાં કામગીરી દરમિયાન પાણીની લાઈનમાં ભંગાણ થતા ચોકમાં પાણી-પાણી થઈ ગયું હતુ પાણીની નદીઓ વહી ગઈ હતી.


રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગને જાણ થતા વોટરવર્કસની ટીમ ઘટના સ્થળે પહોચી રીપેરીંગનું કામ હાથ ધર્યું હતુ. સિવિલ હોસ્પિટલ ચોકમાં પાણીની પાઈપલાઈનમાં થયેલ ભંગાણને કારણે વોર્ડ નં.3 પીવાના પાણીથી તરસ્યા રહ્યા હતા તથા વોર્ડ નં.5ના અમૂક વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવ્યુંહતુ.