Abtak Media Google News

દર્દી અને તેમના પરિવાજનો ને દિવસ અને રાત્રી આ સેવા પૂરી પાડવામાં આવશે

 

રાજ્યમાં કોરોના એ અજગરી ભરડો લીધો છે. કોરોના ની ભયાનક પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. તેમજ કોરોના નું સંક્રમણ દિવસેને દિવસે વક્રી રહ્યું છે. દર્દીઓની હાલત ખૂબ જ કફોડી થઇ રહી છે. એક તરફ હાલ પ્રાણવાયુ પણ દિવસે ને દિવસે દર્દીઓના સારવાર માં અતિ જરૂરી બન્યો છે. તેમજ દર્દીની સાથે તેમના પરિવારજનો 24 કલાક ખડેપગે તેમની સાથે તેમની સેવામાં જોડાયેલા રહે છે .રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે 108 ની લાંબી લાઈનો જોવા મળે છે તો ક્યાંક દર્દીઓને પ્રાઇવેટ વાહનોમાં રાખી આ લાઈનોમાં ઉભુ રહેવું પડે છે . હાલની જે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. તે અતિ દયનીય પરિસ્થિતિ છે ત્યારે આવા કપરા સમયમાં રાજકોટના ભામાસાહ અને બાનલેબ પ્રાઇવેટ લિમિટેડના માલિક મોલેશભાઈ ઉકાણી એ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તેમજ ચૌધરી હાઇસ્કુલ ના ગ્રાઉન્ડ માં  જેટલા પણ દર્દીઓ અને તેમના પરિવારજનો છે તેમને હલ્દી દૂધ અને ક્રક્સ સુરક્ષા સ્પ્રે નું વિના મૂલ્યે દિવસ અને રાત્રી વિતરણ કરવાનું શરૂ કર્યું છે. તેમના આ સેવાયજ્ઞમાં ઉમિયા મહિલા સંગઠન સમિતિ ના પ્રમુખ જ્યોતિબેન પટેલ પણ જોડાયા છે સિવિલ હોસ્પિટલ ખાતે કલાકો સુધી લાઇનમાં ઉભા દર્દીઓ અને તેમના પરિવારજનોને હલ્દી દૂધ પીવડાવી  તેમની રોગપ્રતિકારક શક્તિ જળવાઈ અને તેમાં વધારો થાય તેવા હેતુથી આનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ કોરોના વાયરસ નાક અને ગળા માં ફેલાય નહીં તે માટે ક્રક્સ સુરક્ષા સ્પ્રેનો ઉપયોગ કરવામાં આવે છે. દર્દીઓને અને તેમના પરિવારજનોને આ નું વિતરણ રાજકોટની આ ગંભીર પરિસ્થિતિને જોતા બાનલેબ ના મોલેસભાઈ ઉકાની એ રાજકોટ માં આ સેવાયજ્ઞ જ્યાં સુધી સ્થિતી કાબુમાં નહીં આવે ત્યાં સુધી આ બંને વસ્તુ નું વિતરણ શરૂ રાખવાનો નિર્ણય કર્યો છે.

2
હલ્દી દૂધના ઉપયોગથી રોગ પ્રતિકારક શક્તિ જળવાય છે: જ્યોતિબેન ટીલવા

જ્યોતિબેન ટીલવા શ્રી ઉમિયા મહિલા સંગઠન સમિતિ પ્રમુખ એ અબતક સાથે ની ખાસ વાતચીત માં જણાવ્યું હતું કે કોરોના ભયાનક કાળમાં તંત્રને સરકારી વ્યવસ્થા સાથે હવે માનવ સેવા અને પરમાત્મા ઉદ્દેશથી બાનલેબ પ્રા.લિ દ્વાર રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ અને તેમના પરિવારજનો માટે રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય અને શરીર ને જરૂરી ઇમ્યુનિટી મળી રહે તે વા હેતુ થી હલદી દુધ અને ક્રક્સ સુરક્ષા સ્પ્રે નું વિતરણ શરૂ કર્યું છે.હલદી દૂધ નો ઉપયોગ એકદમ સરળ રીતે કરવામાં આવે છે આ પેકેટ માં 6 પાઉંચ છે એક પાઉંચ ને પાણીમાં નાખી 2 ગ્લાસ હળદર વાળું દૂધ બનાવી શકાય છે આના ઉપયોગથી શરીર માં રોગ પ્રતિકારક શક્તિ જળવાય રહે છે અને રોગપ્રતિકાર શક્તિમાં વધારો પણ થાય છે. તેમજ ક્રક્સ સુરક્ષા સ્પ્રે નો ઉપયોગ કરી કોરોના વાયરસ ને નાક અને ગાળા માં અસર થતા અટકાવી શકાય છે .રોજે સવારે થી લઈ રાત્રી સુધી આ સેવાનું વિતરણ કરવામાં આવશે અને જરૂરિયાત મંદ તમામ લોકો ને આ સેવાનો લાભ મળી રહેશે. બાનલેબ ના મોલેસભાઈ ઉકાની એ રાજકોટ માં આ સેવાયજ્ઞ જ્યાં સુધી સ્થિતી કાબુમાં નહીં આવે ત્યાં સુધી આ બંને વસ્તુ નું વિતરણ શરૂ રાખવાનો નિર્ણય કર્યો છે.

3

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.