રાજકોટ : આર્ટ ગેલેરી ખાતે આજથી ત્રણ દિવસ ચિત્ર પ્રદર્શન

ભારતીય કલાકાર સંઘ ગુજરાત મહિલા ગૃહ અનોખી ધ આર્ટસી કલબ દ્વારા રેસકોર્ષ આર્ટ ગેલેરી ખાતે આજથી ત્રણ દિવસ દેશભરના 73 નામાંકિત કલાકારોનાં 1પ0 થી વધુ ચિત્રોનું પ્રદર્શનનો શુભારંભ થયો છે. પ્રદર્શન સવારે 10 થી રાત્રી 8 સુધી સળંગ જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.

સમગ્ર આયોજનમાં ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ પૂર્વિ સોલંકી, રાજકોટના પ્રમુખ ડિમ્પલ પાનસેરીયા સાથે સંસ્થાના ધારા ભટ્ટ, સંસ્કૃતિ શિંગાળા અને પાયલ મકવાણા સમગ્ર ચિત્ર પ્રદર્શનનું આયોજન સંભાળી રહ્યા છે.

નેશનલ લેવલના આર્ટ એકઝિબીશનમાં 160 થી વધુ પેઇન્ટીગ મીકસ મીડિયા અને ફોટોગ્રાફી જેવા વર્કનો પ્રદર્શનમાં સમાવે કરાયો છે. આજના શુભારંભ સમારોહમાં સુરેશભાઇ ભિલ્લા, બકીરભાઇ ગાંધી સાથે શહેરના જાણીતા આર્ટીસ્ટ સુરેશ રાવલ, અશ્ર્વિન ચૌહાણ, તૃષાર પટેલ, મનોજ ગોહીલ અને સંજય કોરીયા ઉ5સ્થિત રહીને સંસ્થાની પ્રવૃત્તિની સરાહના કરી હતી.

સંસ્થાએ ભાવનગરમાં એપ્રીલ 2021માં પ્રદર્શન બાદ આજથી રાજકોટમાં વિશિષ્ટ કલાથી સજજ ચિત્રોનું પ્રદર્શન યોજેલ છે જેનો કલા રસિકોએ લાભ લેવા અનુરોધ કરાયો છે. આગામી દિવસોમાં ગુજરાતમાં આર્ટ વર્કશોપ સાથે ઉદેપુર અને પોંડીચેરીમાં પ્રદર્શન યોજાવાના આયોજન છે.

આ પ્રદર્શનમાં કલ્ગી શાહ (અમદાવાદ), પૂર્વિ સોલંકી (રાજકોટ), નિલુબેન પટેલ (અમદાવાદ) ના ચોપાના દાલમાંથી સીરામીક એમ્બોઝ વર્ક અને ન્યુઝ પેપર સ્ટીયલીંગ વર્ક જેવી વિવિધ ચિત્રકલા જોવા મળશે.

ત્રણ દિવસ ચાલનારા આ પ્રદર્શનમાં યુવા કલાકારો માટે લાઇવ ડેમો રાજકોટનાં જાણીતા આર્ટીસ્ટો, સુરેશ રાવલ, અશ્ર્વીન ચૌહાણ અને તૃષાર પટેલ આપશે. જેનો લાભ યુવા કલાકારોએ લેવો જોઇએ.

આ પ્રર્દશનમાં સમગ્ર ગુજરાતમાંથી રાજકોટ, જસદણ, ગોંડલ, જામનગર, જુનાગઢ, બોટાદ, ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ, પોરબંદર, હૈદરાબા, કલકતા, પંજાબ જેવા વિવિધ શહેરોના કલાકારોના ચિત્રો કલા રસિકોને જોવા મળશે. સમગ્ર સંચાલન રિઘ્ધિ કામની દ્વારા કરાયું હતું.

આગામી દિવસોમાં આર્ટ વર્કશોપ અને ઉદેપુર, પોંડીચેરીમાં પ્રદર્શન યોજાશે કલાકાર પૂર્વિ સોલંકી

અનોખી ધ આર્ટલી કલબના ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ પૂર્વિ સોલંકીએ અબતક સાથેની વાતચીતમાં જણાવેલ કે આગામી દિવસોમાં આર્ટ વર્કશોપ અને ઉદેપુર, પોંડિચેરીમાં પ્રદર્શન યોજાનાર છે. અમારા પ્રોજેકટમાં સમગ્ર દેશમાંથી નામાંકિત કલાકારો જોડાયેલા હોવાથી ચિત્રકલા, પેઇન્ટીંગ વિગેરેના ઉત્કૃષ્ટ નમુનાઓ કલા રસિકોને જોવા મળે છે. આજથી ત્રણ દિવસ આપો દિવસ ચાલનારા પ્રદર્શન જોવા નગરજનોને અનુરોધ છે.

મારા ચોખાના દાણામાંથી બનાવેલા ચિત્રોએ અનેક કલાકારોને પ્રેરણા મળી છે: કલ્ગી શાહ, અમદાવાદ

છેલ્લા 10 વર્ષથી ‘ચોખા’ ના ઉપયોગ કરીને વિવિધ કલાત્મક ચિત્ર આર્ટ વર્ક કરતાં કલ્ગી શાહે જણાવેલ કે આ કલાથી ઘણા યુવા કલાકારને પ્રેરણા મળી છે. આ મારા ચિત્રોસમગ્ર દેશ સાથે વિદેશોમાં પણ વખણાયા છે.

આવા પ્રદર્શનોથી કલાકારોનો ઉત્સાહ વધે છે: ભરતભાઇ તલસાણીયા

રાજકોટના જાણીતા કલાકાર ભરતભાઇએ જણાવેલ કે કલાકારોની કલા જયારે પ્રદર્શનમાં મુકાય  ત્યારે પોતાનો ઉત્સાહ વધે છે. આજે ઘણા યુવા કલાકારો મહેનત કરીને બહુ જ સારૂ આર્ટ વર્ક કરી રહ્યા છે.