Abtak Media Google News

રાજકોટ વોર્ડ નં.13ની પેટાચૂંટણીનું આજે મતદાન છે. સવારે નવ વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી એ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આજ રોજ વોર્ડ નંબર 13 ની પેટાચૂંટણી નું મતદાન વહેલી સવારથી ધીમી ગતિએ થઈ રહ્યું છે કારણ કે લગ્ન ગાળો છે. પરંતુ અમને પૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનાના ઉમેદવાર નીતિનભાઈ રામાણીનો જ જંગી બહુમતીથી વિજય થશે તેવો અમને વિશ્વાસ છે. ભારતીય જનતા પાર્ટી હમેશા લોકો સાથે રહી ને લોકો માટે ના કામો કરતી રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.