Abtak Media Google News

રોકડમાં આવેલા પેમેન્ટ ઓનલાઈન બતાવી હિસાબમાં ગેરરીતિ આચરી પૈસા મોજશોખ માટે વાપરી નાખ્યા

રાજકોટ 150 ફૂટ રિંગ રોડ બાલાજી હોલ સામે આવેલા પર મીરેકલ ડોક્ટર હાઉસમાં સ્થિત યુનિટી ઇમેજીંગ સેન્ટરમાં ફલોર ઇન્ચાર્જ કમ કેશિયર તરીકે નોકરી કરતી મહિલાએ રોકડમાં આવેલા પેમેન્ટ ઓનલાઈન બતાવી હિસાબમાં ગેરરીતિ આચરી રૂ.૧૬.૫૩ લાખની ઉચપત કરતા તેની સામે ગુનો નોંધી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

વિગતો મુજબ યુનિટી ઇમેજીંગ સેન્ટરના એડમીનીસ્ટ્રેટર કમ પાર્ટનર નરેન્દ્ર સરમણભાઈ જાખોત્રા (ઉ.વ. 43, રહે. ભારતીનગર શેરી નં. 4, 150 ફૂટ રિંગ રોડ)એ રૂ.૧૬.૫૩ લાખની ઉચાપતની નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં નિતા ભીમાભાઈ કણેત (ઉ.વ. 26, રહે. બાલાજી પાર્ક શેરી નં. 1/2 કોર્નર, શણગાર હોલ પાછળ, કોઠારીયા મેઇન રોડ)નું માલવિયા પોલીસમાં નામ આપ્યુ હતું.જેના તેને જણાવ્યું છે કે,તેના સેન્ટરમાં કુલ પાંચ ભાગીદારો છે. 2022થી સેન્ટરમાં ફર્સ્ટ ફલોર ઇન્ચાર્જ, કેશિયર તરીકે નિતા નોકરી કરતી હતી. તેનું કામ ફી તરીકે જે રોકડ રકમ આવી હોય તેનું ઉપરાંત ઓનલાઇન ટ્રાન્જેકશનની રકમનું રજીસ્ટર નિભાવવાની હતી.

આ મેન્યુઅલ રજીસ્ટરની ફી તેને સેન્ટરના કોઇપણ પાર્ટનર સાથે ટેલી કરાવવાની હતી. આ દરમિયાન ગઇ તા. 26 ઓગસ્ટના રોજ એકાઉન્ટન્ટ મારફતે જાણવા મળ્યું હતું કે નિતાએ તેની ફરજ દરમિયાન ગઇ તા. 3-6-2022 થી લઇ તા. 28-8-2023 સુધી અમુક દર્દીઓ પાસેથી રોકડામાં ફી લઇ તેને તે રકમ ઓનલાઇન ટ્રાન્જેકશનમાં દર્શાવી દીધી છે. આ રીતે જે રકમ આવી હતી તે પોતાના અંગત ઉપયોગમાં લઇ લીધી હતી.

આખરે એકાઉન્ટન્ટ મારફતે હિસાબ ચેક કરાવતા નિતાએ આ રીતે રૂ. 16.53 લાખની ઉચાપત કર્યાનું જાણવા મળ્યું હતું. પરિણામે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું હતું. માલવિયાનગર પોલીસે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ઉચાપતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી નિતાની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે નિતાએ છેલ્લા એકાદ વર્ષ દરમિયાન ગોટાળા કર્યા હતા. તે જરૂરિયાત મુજબ રૂ. 2500થી લઇ રૂ. 4500સુધીની ફી સેન્ટરમાં જમા કરાવવાને બદલે પોતાના અંગત ઉપયોગમાં લઇ લેતી હતી. જે રકમ તેણે મોજશોખ પાછળ ખર્ચ કરી નાખ્યાની કબૂલાત આપતા પોલીસે હાલ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.