રાજકોટપી: પત્નીએ મકાન શોધવાનું કહેતા પતિ મૂકીને ભાગી ગયો

પતિએ ઝગડો કરી પાંચ બાળકો સાથે ઠંડીમાં મૂકી નાશી ગયો  181ની ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરીને આશરો અપાવ્યો

રાજકોટમાં મહિકા રોડ પર માતા પોતાના  5 બાળકને લઇને ઠંડીમાં બેસી રહી હતી. રહેવાની વ્યવસ્થા નહીં હોવાને કારણે પત્નીએ પોતાના પતિને મકાન ગોતવા માટે કહેતા પતિ પોતાના બાળક અને પત્નીને છોડીને નાસી ગયો હતો.  ઠંડીમાં બેસી રહી હોવાની જાણ 181 ની ટીમને થતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેનું કાઉન્સેલિંગ કરીને તેને સખી વન સ્ટોપમાં આશરો અપાવ્યો હતો.

આ અંગે કાઉન્સેલર કૃપાલી ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગુરૂવારે રાત્રે આ બનાવ બન્યો હતો. દરમીયાન ઘટનાસ્થળે પહોંચીને ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરતા માલૂમ જાણવા મળ્યું હતું  કે તે મૂળ મધ્યપ્રદેશના વતની છે અને પોતાના પતિ અને પરિવાર સાથે રોજગારીની શોધમાં અમરેલીથી રાજકોટમાં આવ્યા હતા અને છેલ્લા 8 દિવસથી તેઓ મહિકા ખાતે આવેલા એક ખેતરમાં ખેતમજૂરી કરતા હતા.

રહેવાની વ્યવસ્થા હતી નહીં.આથી ઠંડીથી બચવા માટે તેને પોતાના પતિ સાથે આ અંગે વાતચીત કરીને તેને રહેવાની વ્યવસ્થા કરવાનું અને બાળકોની જવાબદારી લેવાનું કહેતા તેને મારઝૂડ કરી તેની સાથે ઝઘડો કર્યો હતો. 181ની ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરીને તેને આશરો અપાવ્યો હતો.