Abtak Media Google News
દુબઈ ફરવા ગયેલા ચાર પટેલ પરિવારને અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. રાજકોટથી 1 કપલ અને પોરબંદર 3 કપલ એમ કુલ 8 લોકો દુબઈ ફરવા માટે ગયા હતા જ્યા તેઓને ગંભીર અકસ્માત નડ્યો હતો આ અકસ્માતમાં એક મહિલાનું મૃત્યું થયું છે જ્યારે અન્ય 3 વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃત્યુ પામ્યાના સમચાર મળતા કડવા પટેલ પરિવારમાં શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો છે.
શું છે સમગ્ર ઘટના?
રાજકોટના એસ્ટ્રોન રોડ પર આવેલ પટેલ ફૂટવેરવાળા વિજય અને તેમના પોરબંદર સ્થિત કુટુંબીઓ સહિત 4 ભાઇઓનો પરિવાર દુબઇ ફરવા માટે ગયો છે. અહીંયા પરિવારને ગંભીર અકસ્માત નડતા વિજય પટેલના 65 વર્ષીય પત્ની જયશ્રીબેનનું મૃત્યું થયું છે. દુબઈમાં લેન્ડ થયા બાદ બધા હોટલમાં સામાન મૂકીને ફ્રેશ થવા માટે ચાલતા નીકળ્યા હતા. ફૂટપાથ પર ચાલી રહ્યા હતા ત્યારે એકાએક પૂરપાટ ઝડપે આવી રહેલી બસ અને કાર વચ્ચે ધડાકાભેર અથડામણ થઈ અને કાર કૂદીને ફૂટપાથ પર આવી ગઈ હતી.
પરિવારમાં શોકનો માહોલ
પ્રાપ્ત વિગતો અનુસાર, તેઓ જ્યારે ફૂટપાથ પર ચાલી રહ્યા હતા ત્યારે એક બસ અને કાર વચ્ચે ટક્કર થતા તે સીધી જ ફૂટપાથ પર ચાલી રહેલા વિજય પટેલના પરિવારજનો સાથે અથડાઈ હતી. આ ઘટનમાં તેમની પત્નીનું મૃત્યું થયું છે તથા અન્ય ત્રણ વિજયભાઈ પટેલ, વસંતભાઇ ઠાકરસીભાઇ દઢાણીયા અને મનીષાબેન વસંતભાઇ દઢાણીયાને ગંભીર ઈજા થતા તેઓને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સમયે દૂર ઉભેલા મીનાબેન ભરતભાઇ ચનીયારા, ઇન્દુબેન વિજયભાઇ રામોલીયા, ભરતભાઇ મનસુખભાઇ ચનીયારા તથા વિજયભાઇ બાબુભાઇ રામોલીયાને કોઇ ઇજા નથી થઇ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.