રાજકોટની SNK સ્કુલ કોરોનાગ્રસ્ત દર્દીઓની વ્હારે: કરી આ અનોખી કામગીરીની શરૂઆત

0
275

બીએપીએસના પૂ. અપૂર્વમુનીસ્વામી, રાજકોટ બિલ્ડર એસો. લોધીકા જીઆઇડીસી, મેટોડા, રાજકોટ એન્જીનીયરીંગ  એસો., શાપર-વેરાવળ ઇન્ડ એસો., રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, રોલેકસ રીંગ્સ પ્રા.લી. તેમજ ધી ગેલેકસી એજયુકેશન સીસ્ટમના સહયોગથી સેન્ટરનો પ્રારંભ

કોરોના વાઇરસની મહામારીએ સમગ્ર દેશને અજગરી ભરડો લીધો છે જેમાંથી રંગીલું રાજકોટ શહેર પણ બાકાત નથી. રાજકોટમાં દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. તેવા કપરા સમયે રાજકોટમાં માનવતાની મહેક પ્રસરાવે તેવા કાર્યનો આરંભ અનેક પ્રતિષ્ઠિત સંસ્થા અને સંગઠનોના સહકારથી થયો છે.

રોલેકસ રીગ્સ પ્રા.લી.ના મુખ્ય આર્થિક સહયોગથી અને સમગ્ર દેશમાં શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ નામના ધરાવતા ધ ગેલેકસી એજયુકેશન સીસ્ટમ (ટીજીઇએસ) ના કેમ્પસ યોગદાનથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ ઉપર આવેલ એસ.એન.કે. સ્કુલના કેમ્પસમાં તદ્દન નિ:શુલ્ક રોલેકસ એસએનકે કોવિડ સેન્ટરનો શુભારંભ થયો છે.

મેડીકલ સહીતની તમામ સુવિધા એચ.સી.જી. હોસ્પિટલનાં તબીબો સારવાર આપશે

આ ઉમદા કાર્યને બોચાસણવાસી અક્ષરપુરૂષોતમ સ્વામીનારાયણ સંસ્થાના પૂજય અપૂર્વમુની સ્વામી, રાજકોટ બિલ્ડલ એસો. જીઆઇડીસી લોધીકા ઇન્ડસ્ટ્રીયલ એસો., રાજકોટ એન્જીનીયરીંગ એસો., શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસો., ઇન્ડીયન મેડીકલ એસો. રાજકોટ તથા રાજકોટ ચેમ્બર ઓય કોમર્સનો વિશેષ સહયોગ મળેલ છે.

હાલમાં ઓકસીજન સાથે પ0 બેડની સુવિધા સાથે શરુ કરાયેલ કોવિડ સેન્ટરમાં જરુરીયાત મુજબ તબકકાવાર પ00 બેડ સુધીની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. આ રોલેકસ એસએનકે કોવિડ સેન્ટરનું સંચાલન એચસીજી હોસ્પિટલ ગ્રુપ દ્વારા કરવામાં આવશે., દવા, ઓકસીજન, તબીબી માર્ગદર્શન, ચેકઅપ સહીતની સુવિધા ઉપરાંત સવારનો નાસ્તો બપોરે અને રાત્રીનું ભોજન બીએપીએસ સંસ્થા દ્વારા તેમજ બપોરની ચા અને રાત્રે હળદરવાળુ દુધ ટી પોસ્ટ તરફથી નિ:શુલ્ક અપાશે.

શુઘ્ધ અને ભકિતભાવ ભરેલ વાતાવરણમાં શરુ થયેલ આ રોલેકસ એસએનકે કોવિડ સેન્ટરમાં દર્દીઓનું મનોબળ વધારવા સવારે ભજન, આરતી તેમજ મોટીવેશનલ સ્પીચ પણ અપાશે. સાથે દરેક વોર્ડમાં ટીવી સેટ અને મ્યુઝીક સીસ્ટમ પણ લગાવાઇ છે. દરેક દર્દીના હાલચાલ તેમજ રીપોર્ટ કાર્ડ વોટસઅપ મારફત દરરોજ સાંજે દર્દીના પરિવારજનોને મોકલાવવામાં આવશે. વધુમાં એસએનકે સ્કુલના 6 વાહનોમાં ઓકસીજન સાથેની એમ્બ્યુલન્સની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જેને કારણે દર્દીને ટ્રાસ્નપોર્ટેશનની સુવિધામાં મદદરૂપ થઇ શકે કોવિડ સેન્ટરમાં દર્દીઓની સાર સંભાળ માટે અનુભવી અને કવોલીફાઇડ તબીબોની ટીમ અને નસીંગ સ્ટાય રાખવામાં આવેલ છે. જેઓ કોવિડના તમામ પ્રોટોકોલનું કાળજીપૂર્વક પાલન કરશે.

એસ.એન.કે. સ્કુલ ખાતે શરુ થયેલા આ રોલેકસ એસએનકે કોવિડ સેન્ટરમાં દાખલ થવા માટે દર્દીના પરિવારજનો મો. નં. 63588 45684 ઉપર સંપર્ક કરવાનો રહેશે. આ ફોન લાઇન સવારે 8 વાગ્યાથી શરુ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here