Abtak Media Google News

અબતક, રાજકોટ

દિવાળીના તહેવાર બાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં શહેરમાં કોરોનાના 13 કેસો મળી આવ્યા છે. કોરોનાની ત્રીજી લહેરને ખાળવા માટે મહાપાલિકા દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યાં છે. આવતીકાલથી એરપોર્ટ, બસપોર્ટ અને રેલવે સ્ટેશન પર સ્ક્રીનિંગ અને ટેસ્ટીંગ શરૂ કરવામાં આવશે. બહારગામથી રાજકોટ આવતા દરેક મુસાફરોનું ટેસ્ટીંગ કરવામાં આવશે. જો શંકાસ્પદ જણાય તો તે વ્યક્તિનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે. કેસ સતત વધતા રહેશે તો આકરા નિયંત્રણો મુકવાની પણ વિચારણા મુકવાની પણ ચર્ચા કરવામાં આવી રહી છે.

રાઉન્ડ ધ કલોક કોર્પોરેશનની મેડિકલ ટીમો તૈનાત રહેશે:
બહારગામથી રાજકોટ આવતા તમામ મુસાફરોનું સ્ક્રીનિંગ કરાશે, શંકાસ્પદ

આ અંગે મ્યુનિ.કમિશનર અમિત અરોરા અને ડીએમસી આશીષ કુમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની સુચના મુજબ આવતીકાલથી કોર્પોરેશન દ્વારા શહેરમાં એરપોર્ટ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર બહારગામથી રાજકોટમાં આવતા મુસાફરોનું સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ કરવામાં આવશે. એરપોર્ટ પર એક ટીમ, રેલવે સ્ટેશન પર પાંચ ટીમ અને બસ પોર્ટ પર પાંચ ટીમ એક કુલ 11 ટીમો રાઉન્ડ ધ કલોક સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગની કામગીરી કરશે. દરેક મુસાફરોનું ટેસ્ટીંગ કરવામાં આવશે અને શંકાસ્પદ જણાય તેનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે.

જણાય તેનો કોરોના ટેસ્ટ પર કરાશે: કેસ વધશે તો ટેસ્ટીંગ બુથ
ઉભા કરવાની અને આકરા નિયંત્રણો મુકવાની પણ વિચારણા

કોરોનાનું સંક્રમણ ઘટતા કોવિડ સ્ટાફને છુટો કરી દેવામાં આવ્યો હતો. દરમિયાન મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રમાં ખાલી પડેલા મહેકમને ભરવા માટે હંગામી ધોરણે સ્ટાફની પણ ભરતી કરી દેવામાં આવી છે. છેલ્લા બે દિવસથી ટેસ્ટીંગનું પ્રમાણ પણ બમણુ કરી દેવામાં આવ્યું છે. દિવાળીના તહેવારોમાં દૈનિક 600 ટેસ્ટ કરવામાં આવતા હતા. હવે રોજ 1200 વ્યક્તિના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. હાલના તબક્કે માત્ર એરપોર્ટ, બસપોર્ટ અને રેલવે સ્ટેશન પર જ સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ બુથ શરૂ કરવામાં આવશે. જો જરૂર પડશે અને કેસ વધશે તો શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટેસ્ટીંગ બુથ શરૂ કરવામાં આવશે. તેઓએ ઉમેર્યું હતું કે, હાલ સ્થિતિ ચિંતાનજક નથી. પરંતુ જો કેસમાં સતત વધારો થતો રહેશે તો આગામી દિવસોમાં નિયંત્રણો પણ લાદવામાં આવશે.

સરકારના આદેશ અનુસાર કામગીરી કરવામાં આવશે. શહેરમાં વેક્સિનના પ્રથમ ડોઝનો 100 ટકા લક્ષ્યાંક સિધ્ધ થઈ ગયો છે. હવે હર ઘર દસ્તક અંતર્ગત ડોર ટુ ડોર વેક્સિનેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં આરોગ્ય કેન્દ્ર દીઠ એક ટીમ દ્વારા અલગ અલગ વિસ્તાર માં જઈ વેક્સિન માટે ડોર ટુ ડોર કામગીરી શરૂ કરવામાં આવી છે. જે લોકોને વેક્સિનનો બીજો ડોઝ લેવાનો સમય થઈ ગયો છે તેઓને બીજો ડોઝ લેવા તાકીદ કરવામાં આવી રહી છે. જ્યારે પ્રથમ ડોઝ ન લેનારને પણ રસીકરણ માટે સમજાવવામાં આવી રહ્યાં છે. કોરોનાની ત્રીજી લહેરને ઉગતી જ ડામી દેવા કોર્પોરેશનનું તંત્ર સજ્જ થઈ ગયું છે.

 

વોર્ડ નં.8માં યોગી નિકેતન સોસાયટીમાં કોરોનાના 2 કેસ

હાલ શહેરમાં કુલ 13 એક્ટિવ કેસ: વેક્સિનના બંન્ને ડોઝ લેનાર પણ થવા લાગ્યા કોરોના સંક્રમીત

શહેરમાં છેલ્લા પાંચ દિવસ દરમિયાન કોરોનાના 13 કેસો નોંધાતા ફરી શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ગઈકાલે બપોર બાદ શહેરના વોર્ડ નં.8માં યોગી નિકેતન સોસાયટીમાં એક જ પરિવારના બે વ્યક્તિઓ કોરોનાથી સંક્રમીત થયા હતા. જે કોઈ જ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા ન હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેરમાં કોરોનાના કુલ 13 કેસ એક્ટિવ છે. વોર્ડ નં.8માં યોગી નિકેતન સોસાયટીમાં રહેતા 58 વર્ષના પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ કોઈ જ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી. હાઈ રિસ્કમાં એક વ્યક્તિ છે. બન્નેએ વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે. આ ઉપરાંત યોગી નિકેતન સોસાયટીમાં જ 56 વર્ષીય પુરૂષનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ફેમીલીમાં 3 મેમ્બર છે જેઓએ વેક્સિનના બંન્ને ડોઝ લઈ લીધા છે. હાલ બંન્ને દર્દી હોમ આઈસોલેશન હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.