Abtak Media Google News

પ્રથમ વખત રાજપૂત કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્રસિંહજી કાલવી પણ સુરેન્દ્રનગર ખાસ ઉ૫સ્થિત રહેશે: રાજસ્થાન બાદ ગુજરાત અને સૌરાષ્ટ્રના ક્ષત્રીયોને સંગઠીત કરાશે: સૌરાષ્ટ્રના ક્ષત્રીય સમાજના આગેવાનો ‘અબતક’ ની મુલાકાતે

રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય સંસ્થાપક લોકેન્દ્રસિંહજી કાલવી અને અઘ્યક્ષ મહિપાલજી મકરાણાનું  રાજસ્થાન સહીત ઘણા મોટા ક્ષત્રીય આંદોલનમાં મહત્વની ભૂમિકા નિભાવી ચુકયા છે. તેઓ પ્રથમ વખત રાજકોટ આવી ક્ષત્રીય સમાજના સંગઠન માટે ખાસ ઉ૫સ્થિત રહેશે. આ કાર્યક્રમ અંતર્ગત આગામી તા.૬ના રોજ સુરેન્દ્રનગર ખાતે મહિપાલજી મકરાણાનો અભિવાદન કાર્યક્રમ તેમજ એક સ્વાભિમાન સંમેલન ખાસ યોજાશે. આ અંગે ‘અબતક’ ના આંગણે આવી ક્ષત્રીય આગેવાનોએ માહિતગાર કર્યા હતા.

આ કાર્યક્રમમાં તમામ ક્ષત્રીય સમાજના અગ્રણીઓ એક મંચ પર ઉ૫સ્થિત રહી સમાજને દિશાદર્શન આપશે. ચાર કલાક જેટલા ચાલનારા આ કાર્યક્રમમાં પ૦ થી વધુ સંસ્થાઓ દ્વારા મહિપાલસિંહજીનું અભિવાદન યોજાશે. આ તકે ક્ષત્રીય સમાજ સહીત અન્ય સમાજના તથા રાજવી સમાજના અગ્રણીઓ ઉ૫સ્થિત રહી ક્ષત્રીય સમાજના યુવાનોને પ્રોત્સાહિત ઠરશે.

રાષ્ટ્રીય સંગઠન તરીકે ક્ષત્રીયો માટે સંગઠીત થઇને લડતી કરણી સેનાને રાજસ્થાનમૉ ૩૬ જાતીનો ટેકો છે. ત્યારે ગુજરાતમાં પણ ઝાલાવાડમાં સંગઠન દ્વારા ક્ષત્રીય સમાજ માટે કાર્ય કરશે તે માટે નવ યુવાનોને વોર્ડ વાઇઝ ભરતી કરી ક્ષત્રીય ધર્મનો ઉદ્દેશ્ય સમજાવવા સેવા અને સંગઠનના માઘ્યમથી ભવિષ્યમાં કાર્યક્રમો યોજાશે.

ક્ષત્રીય સમાજના સૌરાષ્ટ્રના અગ્રણી રાજભાએ જણાવ્યું હતું કે  ક્ષાત્ર ધર્મ દ્વારા માત્ર ક્ષત્રીય જ નહીં. અન્ય નબળા અને દુ:ખીને રક્ષણ આપવો એ ધર્મ  છે. ક્ષત્રીય સમાજ દ્વારા આગામી કાર્યક્રમોમાં સ્ત્રી સશકિતકરણ, સ્ત્રી શિક્ષણ તેમજ સમાજની સ્ત્રીઓ માટે ૧૦ દિવસ ગરબાના કાર્યક્રમો યોજાવવાના છે.ક્ષત્રીય સમાજના વર્તમાન પ્રભારી જે.પી. જાડેજાએ જણાવ્યું હતું કે આ ઉપરાંત ભવિષ્યમા: ક્ષત્રીય ચિંતન શિબિરો, સંસ્કાર શિબિરો ઉપરાંત અન્ય સમાજ અને ટેકનોલોજી સાથે તાલ મિલાવવાના કાર્યક્રમો યોજવામાં આવશે. તેમજ મોબાઇલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા માટે પણ શીખ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.