ચાર વર્ષથી નરાધમો વિડિયો વાયરલ કરવાની અને ભાઈને મારી નાખવાની ધમકી આપી હવસનો શિકાર બનાવતા: પાચ સામે નોંધાતો ગુનો

રાજુલા તાલુકાના એક ગામમાં યુવતી પર તેની સગીરાવસ્થામાં ચાર શખ્સોએ વિડિયો વાયરલ કરવાની અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હવસનો શિકાર બનાવતા રહ્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજુલા તાલુકાના એક ગામની યુવતી પર તેની સગીરાવસ્થામાં ચાર નરાધમોએ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ ડુંગરપુર પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ ભોગ બનનાર યુવતી બજારમાં જતી તે વેળાએ સુરેશ બાલા વાળા, ગોપાલ ભુપત, પ્રકાશ ચકુર સાંખટ અને હિતેશ બાલા વાળા ભિભસ્ત ઈશારા કરી બળજબરી પૂર્વક તેના પર દુષ્કર્મ આચરતા હોવાનુ પોલીસ ચોપડે નોંધાયું છે.

જ્યારે આ ચારેય નરાધમોએ વિડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી તેના નાના ભાઈને મારી નાખવાની ધમકી આપી હવસનો શિકાર બનાવતા હતા. તે દરમિયાન દિપક રમેશ શિયાળ નામનો શખ્સ દૂર ઊભો રહી કોઈ આવી ન જાય તેનું ધ્યાન રાખતો હતો. જે અંગે ભોગ બનનાર યુવતીએ પચે સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આરોપીને દબોચી લેવા કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.