જસદણ: પ્રેમીકાએ મળવાની ના પાડતા પ્રેમીએ તેના પુત્રની કરી હત્યા

માસુમ બાળકને ગળાટુપો દઇને મોતને ઘાટ ઉતારી લાશને ડેમમાં ફેંકી દીધી: પોલીસે આરોપીની કરી ધરપકડ

જસદણના અમરાપુરમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે તેની પ્રેમિકાને મળવાનું કહ્યું હતું અને તેણીએ ઇન્કાર કરતા એહેવાન વિફર્યો હતો. લગ્ન પ્રસંગે આવેલી પરિણીતાના સંતાનનું અપહરણ કરી તેને બોટાદ નજીકના તળાવમાં ડુબાવી દઇને મોતને ઘાટ ઉતારી દીધો હતો. શરુઆતના તબકકે પરિણીતાનું સંતાન અચાનક ગુમ થઇ જતાં તેની ફરીયાદ થયા બાદ તપાસમાં આ બાળકનું અપહરણ થયાનું ખુલ્યુ હતું અને આરોપીની ધરપકડ થતાં આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. બોટાદના સરવા ગામે રહેતી પરીણીતા સુમિતા બુધાભાઇ અણીયાળીયા તેના પુત્ર પ્રકાશ (ઉ.વ.4) ને લઇને અમરાપુર ગામે તેના નણંદની દીકરીના લગ્ન પ્રસંગમાં ગઇ હતી.

જયાં તેનો પુત્ર અચનાક ગુમ થઇ જતા ગુમશુદાની ફરીયાદ નોંધાવાઇ હતી. જે દરમિયાન પોલીસને તે બાળકનું અપહરણ થયું હોવાનું જાણવા મળ્યું હતું.  જેથી પોલીસ હરેશ ભોપાભાઇ ગાભડીયા (રહે. વીરવા તા.જી. બોટાદ) ને ઝડપી લઇ કડક પુવપરછ કરતા બાળકનું અપહરણ કરી બોટાદના સેઇડા ગામના ડેમમાં ફેંકી દીધાની કબુલાત આપી હતી. બોટાદના સૈઇડા ગામના ડેમમાં ફેંકી દીધાની કબુલાત સરવા ગામે રહેતા બુધાભાઇના લગ્ન ચોરવીરાની સુમિતા સાથે છ વર્ષ પહેલા થયા હતા. અને તેમને ચાર વર્ષનો પ્રકાશ નામનો પુત્ર હતો. પરંતુ સુમિતા અમરાપુર આવી હોવાથી તેણે મળવાનું કહ્યું હતું. પરંતુ સુમિતાએ ના પાડી દેતા હરેશ વીફર્યો હતો. ત્યારબાદ બળકનું અપહરણ કરી આ હત્યા કરી હતી હાલ પોલીસે આરોપી સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરેલ છે વધુ તપાસ વીછીયા પોલીસ ચલાવી રહી છે.