રાજકોટ : લિફ્ટમાં યોગા ટીચર સાથે અશ્લીલ હરકત કરનાર વિકૃત કુસ્તીબાજની ધરપકડ

  • 100થી વધુ મહિલાઓની છેડતી કરી હોવાની પોલીસને આપી કબૂલાત
  • વિકૃત યુવક પોશ વિસ્તારમાં બાઈક લઈને નીકળતો અને એકલી જતી મહિલાઓની છેડતી કરતો
  • વિકૃતની અગાઉ ચોરી અને આર્મ્સ એક્ટના ગુનામાં પોલીસે કરી હતી ધરપકડ

રાજકોટમાં શહેરના પોશ વિસ્તાર અક્ષર માર્ગ મેઇન રોડ પર આવેલ એક એપાર્ટમેન્ટમાં 11 દિવસ પહેલા લિફ્ટની અંદર યોગા ટીચર સાથે અશ્લીલ હરકત કરી વિકૃત શખ્સ ગળું દબાવી મારકૂટ કર્યાની ઘટના સામે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે સઘન તપાસ આદરીને આખરે વિકૃત યુવક કૌશલ રમેશભાઇ પીપળિયાની ધરપકડ કરી છે. કૌશલ કુસ્તીબાજ છે અને તેણે રાજ્યકક્ષાનો ચાર વખત ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કર્યો છે. પરંતુ કૌશલ મનોરોગથી પીડાઈ છે અને પોતાની મનોવિકૃતિને સંતોષવા તેણે 100 જેટલી મહિલાઓની છેડતી કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી.

બનાવની વિગતો અનુસાર, 34 વર્ષીય મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં ત્યારે આરોપી તરીકે માસ્ક પહેરેલા અજાણ્યા શખ્સનું નામ આપ્યું છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે યોગા ટીચર છે અને મંગળવારે સવારે સાડા છ વાગ્યા આસપાસ ઘરેથી યોગા ક્લાસિસમાં જવા માટે નીકળ્યા હતાં. અં અને અક્ષર માર્ગ મેઇન રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં પહોંચ્યા ત્યારે એક અજાણ્યો શખ્સ ટુ વ્હીલર પર બેઠો હતો. અને મહિલા સ્કૂટર પાર્ક કરી લિફ્ટમાં પહોંચતા આ શખ્સ લિફ્ટ ખુલી રાખી ઉભો રહી બીભત્સ ચેષ્ટાઓ કરતા મહિલાએ તેનો પ્રતિકાર કરતા તેને મહિલાના માથાના ભાગે માર મારી ગાલ પર થપ્પડો મારી અને તેણીનું ગળુ દબાવી દીધું ત્યાંથી ભાગી ગયો હતો.જેથી તેને પોલીસ ફરિયાદ કરતા પોલીસે આખરે આ વિકૃત માનસને ઝડપી પાડયો છે.

ફરિયાદ મામલે માલવિયા પોલીસે માટે આ કેસ પડકાર રૂપ બન્યો હતો. કારણ કે આરોપીએ માસ્ક પહેર્યું હતું. જેથી તેની ઓળખ મેળવવી મુશ્કેલ હતી. જો કે પોલીસે ટેક્નિકલ હ્યુમનસોર્સ દ્વારા તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી. જેમાં ઘટના બની એ વિસ્તારના અલગ અલગ 1500થી વધુ સીસીટીવી ચેક કર્યા બાદ આરોપી કૌશલ રમેશભાઇ પીપળિયાની ધરપકડ કરી હતી.

આરોપી કુસ્તી ચેમ્પિયન મનોરોગથી પીડાય છે.

પોલીસમાંથી મળતી માહિતી અનુસાર, કૌશલ પોતે કુસ્તીબાજ છે. અને તેણે ચાર વખત તેમાં ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યું છે. છતાં તે મનોરોગથી પીડાય છે અને છેલ્લા એક થી દોઢ વર્ષના સમય દરમિયાન તેણે આ પ્રકારે 100 જેટલી યુવતીઓની છેડતી કરીને વિકૃત કરી હતી. અને તેનો મનરોગ આવું કરવા માટે તેને મજબુર કરતો હોવાની કબૂલાત કૌશલે પોલીસમાં આપી હતી. જો કે હાલ પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથધરી છે.

વિકૃત કૌશલે રાજ્યકક્ષાએ કુસ્તીમાં ચાર વખત ગોલ્ડ પણ જીત્યો છે

પોલીસમાંથી મળતી વિગતો મુજબ કૌશલ ફ્રી સ્ટાઇલ કુસ્તી રમે છે અને તેણે અનુક્રમે 2016, 2017, 2018, 2019 એમ કુલ ચાર વખત કુસ્તીમાં રાજય કક્ષાએ સુરત ખાતે ગોલ્ડ મેડલ પણ મેળવેલ છે. પોતે પરિણીત છે અને બે ભાઇઓમાં પોતે મોટો છે. જયારે તેના પિતા રમેશભાઇ મોહનભાઇ પીપળીયા માર્કેટીંગ યાર્ડમાં કમીશન એજન્ટ તરીકે ’શ્રી હરી’ એન્ટરપ્રાઇઝ ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.