Abtak Media Google News

કંપનીના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટે ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત

તાજેતરમાં રાજુલાના  એક કાનગી  કંપનીના ગેસ્ટ હાઉસમાં આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ વિનોદ ત્રિપાઠી દ્વારા ગળેફાંસો ખાય આપઘાત કરેલ હતો.

અગાઉ પણ આ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં સિક્યુરિટી હેડ અને બીજા હોદ્દાઓ પણ સંભાળતા સિદ્દીકી નામના અધિકારીએ પણ આપઘાત કરેલ હતો . આ ઉપરાંત કેટલાક કર્મચારીઓની પત્નીઓએ પણ આપઘાત કરેલ હોવાનું પણ જાણવા મળેલ છે.

આવા બધા જ બનાવોમાં એક જ કારણ સુસાઇડ માં સામે આવેલ છે. જે કારણ સામે આવે છે તે અંગત કારણોસર આપઘાત એવું બધા જ કેસમાં સામે આવેલ હોવાનું પણ જાણવા મળેલ છે જે પણ એક આશ્ચર્ય સર્જે છે.

આવા આપઘાતના બનાવો અવારનવાર બનતા રહેતા હોવાથી લોકો દ્વારા એવી માગણી કરવામાં આવી છે કે, કંપની માં બનેલા તમામ બનાવો ની ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય  અથવા અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા તપાસ થાય અને કંપનીના ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ તેમજ તપાસ કરવામાં આવે તો જ થયેલી તમામ સુસાઇટ અંગે સાચા કારણો બહાર આવે અને અત્યાર સુધી થયેલ તમામ સુસાઇટ પરથી પડદો ઊંચકાય તેમ હોવાની વાતો લોકોમાં ચર્ચાએ રહેલ છે.

આ અંગે લોકોમાંથી બીજી પણ જાણવા મળેલ હકીકત મુજબ રાજુલા સ્થિત કંપનીઓમાં સરકારમાં ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન અધિકારીઓના સગાઓ અથવા મોટા ગજાના રાજકીય આગેવાનોના સગા સંબંધીઓના છોકરાઓને કંપનીમાં નોકરીમાં રાખવામાં આવતા હોય જેથી આવા વગ ધરાવતા લોકો નોકરીમાં દાંડાઈ કરતા હોવાનું અને તેમના કામનું ભારણ સારા અને સાચી નિષ્ઠાથી કામ કરતા નોકરિયાત પર આવતું હોય જેથી પણ આવા બનાવો બનવા પામી શકે છે?

બીજી પણ એવી હકીકત લોકોમાંથી જાણવા મળેલ છે કે કંપનીઓ આવા અનેક ફોલ્ટ માં હોય છે તેમજ બીજા ફોલ્ટમાં પણ કંપનીઓ આવતી રહેતી જોઈ છે. ત્યારે મોટા ગજાના સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓ કંપનીઓને છાવરે છે અને તેના બદલામાં તેના સગાઓને મોટા બિઝનેસ અથવા તો નોકરી આપીને આવા બનાવવામાં ઢાક પીછોડો કરવામાં આવતો હોય તેવું લોકોને લાગી રહ્યું છે.

આ અંગે લોકોમાંથી એવા સવાલો પણ ઉઠેલ છે કે શું? આવા આપઘાતના બનાવોમાં કંપનીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત ટોર્ચર કરવામાં આવે છે કે કેમ? કે પછી કામનું વધુ ભારણ છે કે કેમ?  તેવા અનેક સવાલો લોકોમાંથી ઉઠી રહ્યા છે.

બીજી પણ એવી હકીકત સામે આવેલ છે કે આ   કંપની માંથી મોટા પ્રમાણમાં અલગ અલગ જગ્યાએ બદલીઓ કરવામાં આવેલ જેના કારણે પણ પરિવાર વેરવિખેર થઈ ગયેલ અને આવી બદલીઓ પર પ્રાંતમાં કરવાને કારણે કેટલાય લોકોએ સારી નોકરી પણ છોડવાનો વારો આવેલ હોવાનું પણ જાણવા મળેલ છે. નોકરી જવાની બીક ને કારણે પણ આવા બનાવો ડિપ્રેશન માં આવી જવાથી થઈ શકે તેવું લોકો દ્વારા આ એક કારણ પણ હોઈ શકે તેવું જણાવી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.