Abtak Media Google News

 

ઢોર ચરાવીને આવતા ખેડુત પર જુના ઝઘડાનો ખાર રાખી માર મારતા નોંધાતો ગુનો

રાજુલા શહેરમાં હોળી ધુળેટી રામ નવમી અને હનુમાન જયંતીના ઉત્સવો શાંતિમય રીતે પસાર થયા અને ઘણા દિવસો બાદ જીવલેણ મારામારીનો કેસ પોલીસ મથકે નોંધાયો છે.  મળતી વિગત મુજબ કડીયાળી રોડ ચામુંડા વિડિયો નજીક રહેતા 28 વર્ષીય ભરતભાઈ શામળભાઈ ચૌહાણ પોતાના માલઢોર ચરાવવા માટે બે કિલોમીટર ઉપર દૂર ખાખબાઈ રોડ પાસે આવેલ ટેલીફોન એક્સચેન્જ પાસે આવેલ ગોબરભાઇ બાળઘીયા નીવાડીમાં આવેલ માલ ઢોર ચરાવી તેમને પાણી પાવા માટે ખાખબાઈ ગામની નદીએ પાણી પીવડાવવા જતા હતા તે વેળા 11:30 કલાકે વિપુલભાઈ કાળાભાઈ સિંધવ પાછળથી માથાના ભાગે લાકડીના ઘાઓ માર્યા અને મૂઢ માર માર્યો તથા ભોપાભાઈ માલાભાઈ સિંઘવ તેમણે માથાના ભાગે કુહાડી  ઘા મારી ગંભીર ઇજા કરી જ્યારે હરિભાઈ કાબાભાઈ સિંધવ તથા લાખાભાઈ કાનાભાઈ ગમારા એ પીઠના ભાગે પથ્થર દ્વારા મુંઢ માર મારી ઇજા પહોંચાડી હતી અને જતા જતા આ ચારે આરોપીઓ દ્વારા બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ચારે આરોપી એકબીજાની મદદગારીથી જિલ્લા મેજિસ્ટ્રેટ અમરેલીના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યો હતો આ ચારે આરોપી હીંડોરણા ગામના હોવાનું જણાયું ભરતભાઈ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાતા પીએસઆઇ જીએમ જાડેજાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.