Abtak Media Google News

મશાલથી રચાશે સ્વચ્છતા સંદેશ, જય હિન્દ, હાર્ટ, તોરણ, પગથિયા સહિત અનેક અવનવી કૃતિઓ

પહેલાના સમયમાં જયારે વીજળીનીં શોધ નહોતી થયેલી તે સમયે રાત્રીના અજવાસ માટે મશાલનો ઉપયોગ કરવામાં આવતો. રાજાશાહી સમયે સૈનિકોનો કે અન્ય કારવા મશાલનો ઉપયોગ કરી સ્થળાન્તર કરતા ત્યારે અદભૂત દ્રશ્ય જોવા મળતું.  તેવો જ અદભૂત નજારો ક્રાંતિકારીઓ મશાલનો ઉપયોગ કરતા તે સમયે જોવા મળતો.

કહેવાય છે કે મશાલ એ શૌર્યનું પ્રતીક છે, સાથોસાથ એક ઉજાસ પાથરે છે. ઓલમ્પિક ગેમ્સની શરૂઆત પણ મશાલ સાથે કરવામાં આવે છે જે એક પ્રકારે ખેલાડીઓમાં જુસ્સો વધારવાનું કાર્ય કરે છે. વિશ્વની બેજોડ પ્રતિમા સ્ટેસ્યુ ઓફ લિબર્ટી માં એક હાથમાં મશાલ સાથે વિશ્વને શાંતિ અને આશાનો સંદેશ આપે છે,  એ જ પ્રતીકરૂપે રાજકોટ પોલીસના ૩૦૦ જવાનો દ્વારા પૌરાણિક સમયને તાજો કરી શૌર્ય સાથે વિવિધ સંદેશ આપતો મશાલ પીટી કાર્યક્રમ ૨૬ મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની પ્રજાસત્તાકદિન ઉજવણીના ભાગરૂપે યોજાશે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં રાજકોટના ચૌધરી મેદાન ખાતે મ્યુઝિક બેન્ડના તાલે જવાનો મશાલ માર્ચ સાથે વિવિધ કરતબો દેખાડશે. દિલધડક શો માં જવાનો મશાલ સાથે માર્ચ તેમજ વિવિધ પ્રતિકૃતિઓ તૈયાર કરી દર્શકોને અચંબિત કરી દેશે.

7537D2F3 10

અંધારી રાતે મશાલ થકી રાજકોટ જે માટે ઓળખાય છે તે શેપ રંગીલું રાજકોટ લખાશે. આ ઉપરાંત  સ્વચ્છતા સંદેશ, જય હિન્દ, ગુજરાત પોલીસ , વિશાળ તોરણ, હાર્ટ, સ્ટેપ સહીત અવનવી પ્રતિકૃતિ તૈયાર કરશે. આ જવાનો બંને હાથમાં મશાલ સાથે ડ્રિલ તેમજ રોડશો દ્વારા દેશભક્તિનો સંદેશ અપાશે.

લોખંડના ખાસ હેન્ડલ વાળા સળિયા પર ઉપરની તરફ ખાસ ગોળાકાર શેપ પર કપડું વીંટાળવામાં આવે છે. આ ભાગને કપાસિયા તેલમાં ૧૦ થી ૧૨ કલાક ડુબાડી રાખવામાં આવે છે. ત્યારબાદ ૮ થી ૯ કલાક સુધી તેને સૂકવવામાં આવે છે, આ રીતે તૈયાર થાય છે મશાલ. જેને પ્રગટાવવાથી ૩૦ મિનિટ ચાલે છે મશાલ જ્યોત.

આ કાર્યક્રમમાં કોઈપણ જાતની આગજની કે દુર્ઘટના નો બને તે માટે નોડલ ઓફિસર વી.એ. પરમાર, બે પી.સેસ.આઈ વિક્રમભાઈ તેમજ જીતેન્દ્રભાઈની ઉપસ્થિતિમાં ૧૦ ઇન્સ્ટ્રકટર હાજર રહી જવાનોને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. તદુપરાંત ફાયર ટેન્કર, એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પીઆઈ મયુર કોટડીયા જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.