Abtak Media Google News

જસદણ ખાતે રાજકોટ જીલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી અને પાલિકા પૂર્વ પ્રમુખ રમાબેન મકવાણાની આગેવાનીમાં ૧૮૫૭ના વિપ્લવમાં અંગ્રેજો સાથે લડીને શહીદી વહોરનાર વીર મહિલા યોદ્ધા એવા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિતે નારી શકિતના પ્રતિક સમાન લક્ષ્મીબાઈના શૌર્યને યાદ કરીને મહિલાઓની શકિતને જાગૃત કરવાના હેતુથી સ્કુટર રેલીનું આયોજન કરેલ હતું.

જેમાં રાજકોટ જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રસીલાબેન સોજીત્રા, નગરપાલિકા સદસ્ય જલ્પાબેન કુબાવત, વર્ષાબેન સખીયા, સોનલબેન વસાણી, મહિલા અગ્રણી દયાબેન લાડોલા અને વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલી મહિલાઓ આ રેલીમાં જોડાઈ હતી. વિવિધ વિસ્તારોમાં રેલીનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ રેલી આટકોટ રોડ બાયપાસ સર્કલથી શરૂ કરીને પોપટભાઈ રાજપરાના નિવાસ સ્થાન સુધી રાખવામાં આવી હતી. આ આયોજનમાં કારોબારી ચેરમેન બિજલભાઈ ભેંસજાળીયા, દુર્ગેશભાઈ કુબાવત, દિપુભાઈ વાઘેલા, અ‚ણભાઈ વઘાસિયા,ગોપાલભાઈ પંડયા, રાજુભાઈ ભેંસજાળીયા સહિતના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.