Abtak Media Google News

મોટાદડવા ગ્રામજનોએ આ ત્રણેય નરાધમો સામે ફિટકાર વરસાવ્યો અત્યંત વિકલાંગ માનસીક યુવતી નો એકલતા નો લાભ લેવા ત્રણેય નરાધમો ને શરમ પણ ન આવી પરિવારે અને ગ્રામજનોએ જણાવ્યું કડક સજા કરવા અપીલ કરી છે. જસદણના મોટાદડવા ગામે 25 વર્ષી  દિવ્યાંગ મહિલા સાથે ત્રણ નરાધમ યુવાનો એ દુષ્કર્મ આચરતા પોલીસ પકડ પહેલા ગામના યુવાનો એ ત્રણેય નરાધમોને પોલીસ સ્ટેશનમાં હાજર કરી દીધા હતા.

Advertisement

આટકોટ પોલીસ મથકે ગણતરીના કલાકોમાં ત્રણને ઝડપી લીધા

પ્રાપ્ત વિગતો મુજબ મોટાદડવા ગામે ભર બપોરના સમયે પ્લોટ વિસ્તારમાં રહેતા ઓસમાણભાઈ અલારખભાઈ સમા ની પુત્રી અત્યંત દિવ્યાંગ સાથે માનસિક 25 વર્ષ ના વયની યુવતીનો એકલતા નો લાભ લઇ મોટાદડવા ના રહેવાસી ત્રણ યુવાનો જેમાં ખોડ  હોથી  મૂંગરાભાઈ , અક્ષય મનુભાઈ બાબરીયા,  હરેશ નાનજીભાઈ પરમાર આ ત્રણેય નરાધમો એ બપોરના સમયે આ યુવતીને બળજબરી સાથે દુષ્કર્મ આચરતા બાજુના રહેવાસીઓ ને ખ્યાલ આવતા દોડી ગયા હતા જેમાં વિપુલ રાયધનભાઈ રાઠોડ તેમજ બાવાજી.મહેશભાઈ  સહિત અનેક સેવાભાવી નવયુવાનો આ નરાધમોને પકડવા દોડી આવ્યા હતા  જો કે રહેવાસીઓ પહોંચે એ પહેલાં જ ચપ્પલ મૂકી નરાધમો ભાગી છૂટ્યા હતા.

પરંતુ ગામના નવયુવાનો એ આ દિવ્યાંગ મહિલા સાથે દુષ્કર્મ આચરનાર સામે ફિટકાર વરસાવ્યો હતો પોલીસ સ્ટેશન જાણ કરી હકીકત જણાવી હતી  ગામના યુવાનો એ ગણતરીની કલાકોમાં પોલીસ નું કામ આસાન કરી દીધું હતું હાલ  નજીકના આટકોટ પોલીસ હવાલે આ ત્રણેય નરાધમોને પકડી પોલીસ સ્ટેશન હાજર કર્યા હતા.જો કે જાણવા મળતા અહેવાલ અનુસાર આ નરાધમો ગામમાં આતંક મચાવી દીધો હોઈ તેમ અનેક વખત છેડતી ના બનાવો બજારોમાં જોવા મળતા પરંતુ ત્રણેય નરાધમોને હાલ આટકોટ પોલીસ તાબા નીચે સઘન તપાસના આદેશ કરાયા છે હાલ આટકોટ પી.એસ.આઈ સીસોદીયા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.