Abtak Media Google News

વનડે વિશ્વ કપ એક અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યો છે કારણ કે અહીં અનેક અંડર રેટેડ ટીમે દિગ્ગજ ટીમોને ખૂબ સરળતાથી પ્રાસ્ત કરી છે જે લોકોના મુખે એક ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં ક્રિકેટને જેન્ટલમેન ગેમ કહેવામાં આવતી તેમાં પણ અનેક નવા વિવાદો સામે આવ્યા છે. અને પાકિસ્તાનના મેચ બાદ અફઘાનિસ્તાનનો ખેલાડી રસીદ ખાન ભારતીય ટીમનો ઝંડો સાથે રાખી ભારત માતાકી જય નો નારો લગાવતો હતો જે અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એ આઈસીસીને ફરિયાદ કરી હતી અને પરિણામ સ્વરૂપે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા રસીદ ખાનને 55 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આઇસીસી દ્વારા ફટકારવામાં આવેલા 55 લાખ રૂપિયાના દંડની ભરપાઈ સાથે 10 કરોડના ઇનામની જાહેરાત ટાટા દ્વારા કરાઇ

વાત અહીં પૂરી થતી નથી ખરા અર્થમાં અનેક ક્ષેત્રે સેવા કરનાર ટાટા ગ્રુપના રતન ટાટા રાશિદ ખાનની વાહરે આવી તેના દંડના રકમની ભરપાઈ કરવા અને 10 કરોડ રૂપિયાનું જંગી ઇનામ આપવાની ઘોષણા પણ કરી હતી જે ખરા અર્થમાં એક માનવતા વાદી વલણ જોવા મળ્યું હતું. અફઘાનિસ્તાનના સ્પિનર   રાશિદ ખાને પાકિસ્તાનને હરાવ્યા બાદ, ભારતનો ધ્વજ લઈને વિજયની ગોદમાં મેદાનની આસપાસ દોડ્યો અને ભારત માતા કી જયના   નારા લગાવ્યા હતા. પાકિસ્તાનન ક્રિકેટ બોર્ડ દ્વારા  આ અંગે આઇસીસીમાં  ફરિયાદ કરી હતી.

આઇસીસી અને અન્ય તમામ વિશ્વ રમત સંસ્થાઓ, હંમેશની જેમ, કોઈપણ ‘ભારતીય’ પ્રશંસાનો કટ્ટર વિરોધ દર્શાવે છે.

આઇસીસીએ રાશિદ ખાન પર 55 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો . જે બાદ ટાટા ગ્રુપના રતન ટાટાએ કહ્યું હતું કે જે વ્યક્તિએ આપણા રાષ્ટ્રધ્વજનું સન્માન કર્યું હોય તેની પ્રશંસા થવી જોઈએ.  એટલુજ નહિ રતન ટાટાએ જાહેરાત કરી હતી કે તે માત્ર રૂ. 55 લાખની દંડની રકમ જ નહીં ચૂકવે પણ રાશિદ ખાનને 10 કરોડ રૂપિયાનું જંગી રકમનું ઇનામ પણ આપશે. આ રતન ટાટા એ જેન્ટલમેન સ્પિરિટ દાખવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.