Abtak Media Google News

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ 2023 વર્લ્ડ કપ માટે તેની શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન જાહેર કરી છે. આ ટીમમાં 6 ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કેપ્ટન પેટ કમિન્સ આ ટીમમાં નથી. આઈસીસીએ  રોહિત શર્માને પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો છે.2023 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર રચિન રવિન્દ્ર પણ આ ટીમનો ભાગ નથી. આ સિવાય આઈસીસીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી દુનિયાને પ્રભાવિત કરનારા હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરને પણ પોતાની ટીમમાં સ્થાન આપ્યું નથી.

રોહિત શર્માને ટીમનો કેપ્ટન બનાવ્યો: વિરાટ કોહલી, કેએલ રાહુલ,રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમીનો પણ સમાવેશ

ક્વિન્ટન ડી કોક, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ડેરીલ મિશેલ, કેએલ રાહુલ, ગ્લેન મેક્સવેલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, દિલશાન મદુશંકા, એડમ ઝમ્પા અને મોહમ્મદ શમી

પ્લેઈંગ ઈલેવનમાં સામેલ 6 ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો તેમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને કેપ્ટન રોહિત શર્માનો સમાવેશ થાય છે. ટીમમાં સામેલ વિરાટ કોહલીએ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 765 રન બનાવ્યા હતા. આ સિવાય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 24 વિકેટ ઝડપી હતી. આ સિવાય વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે આખી ટૂર્નામેન્ટમાં બેટની સાથે સાથે વિકેટ પાછળ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

આઈસીસીની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનમાં ભારતના છ ખેલાડીઓ, શ્રીલંકાના એક, ન્યુઝીલેન્ડના એક, દક્ષિણ આફ્રિકાના એક અને ખિતાબ વિજેતા ઓસ્ટ્રેલિયાના બે ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શ્રીલંકાના દિલશાન મદુશંકા, ન્યુઝીલેન્ડના ડેરીલ મિશેલ, દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડી કોક અને ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ અને સ્પિનર એડમ ઝમ્પાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આફ્રિકાના ડી કોક એ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 4 સદી ફટકારનાર ખેલાડી હતો. આ સિવાય ડેરિલ મિશેલે 9 ઇનિંગ્સમાં 552 રન બનાવ્યા હતા. આ સિવાય ઓસ્ટ્રેલિયાના એમડી જમ્પાએ 23 અને શ્રીલંકાના દિલશાન મદુશંકાએ 21 વિકેટ લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.