Abtak Media Google News

ક્રૂડના ભાવમાં વધારો, વ્યાજ દરમાં ઉછાળો સહિતના મુદ્દે માર્કેટ કેપમાં ઉથલ પાથલ જોવા મળી

કોવિડ મહામારી બાદ વૈશ્વિકમોંઘવારી, ક્રૂડમાં ભાવ વધારો તથા બેંકના વ્યાજદરમાં વૃદ્ધિ ,  વિદેશી રોકાણકારોની જંગી વેચવાલીથી ભારતીય શેરબજારને ઘણી માઠી  અસરનો સામનો કરવો પડ્યો છે. એટલું જ નહીં વિવિધ કંપનીઓના શેર પણ ઘડયા છે. ત્યારે માર્કેટ કેપિટલાઈઝેશનની વાત કરવામાં આવે તો એમ કેપમાં 3. 91 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે.  આ સાથે ભારતીય બજાર હવે 3 લાખ કરોડ ડોલરની માર્કેટકેપ ક્લબમાંથી બહાર ફેંકાઇ ગયુ છે. ભારતીય શેરબજારની માર્કેટ કેપિટલાઇઝેશન પણ ઘટીને હાલ 2.99 લાખ કરોડ ડોલર રહી છે, જે છેલ્લા 13 મહિનામાં સૌથી ઓછી છે.

મહામારી બાદ મંદીના ડામવા માટે દુનિયાભરના દેશોની મધ્યસ્થ બેન્કો વ્યાજદર વધારી રહ્યા છે, જેના પગલે આર્થિક મંદીની જોખમ વધતા મોટાભાગના શેરબજારોમાં મોટુ કરેક્શન આવ્યુ છે. માર્કેટ કેપિટલાઈઝેશન માં જે 10 કંપનીઓના નામ સામે આવે છે તેમાં ટાટા ક્ધસલ્ટન્સી થી તથા રિલાયન્સ નો પણ સમાવેશ થયો છે. હાલની સ્થિતિને ધ્યાને એ વાત સ્પષ્ટ છે કે જે રીતે મિડકેપમાં જે શેરોનું ધોવાણ થયું છે તે સ્થિતિ લાંબા ગાળા માટે નહીં પરંતુ હાલ થોડા સમય પૂરતી જ છે અને આવનારા સમયમાં ફરી આ દરેક કંપનીના શેરની માર્કેટ વેલ્યુ ખૂબ ઊંચી જશે.

આસપાસ છે કે શેરબજાર અર્થતંત્રનું બેરોમીટર છે અને અર્થ વ્યવસ્થામાં કોઈ પણ નિર્ણય ફેરફાર કરવામાં આવે તો તેની સીધી જ અસર શેરબજાર ઉપર થતી હોય છે ત્યારે જે કંપનીઓના શેરોનું ધોવાણ થયું છે તે તમામ અત્યંત પ્રચલિત છે અને તેમનું દેશના જીડીપીમાં ખુબ સારું એવું યોગદાન પણ છે. ત્યારે આવનારા સમયમાં આ પરિસ્થિતિમાં ઘણો એવો સુધારો આવશે તે વાત સ્પષ્ટ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.