ઉત્તરપ્રદેશમાં ખાંડનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન

ગત વર્ષની તુલનામાં આ વર્ષ ૧૨૩ લાખ ટનનું વિક્રમી ઉત્પાદન કરવામાં આવ્યુ

ભારત સહિત સમગ્ર વિશ્વમાં અત્યારે લોકડાઉન અને કોરોના કટોકટીના પગલે મોટાભાગના ઉદ્યોગો મુશ્કેલી અને ઉત્પાદનમાં ઘટની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેવા સંજોગોમાં ઉતરપ્રદેશની આંડોમલોએ વર્તમાન શેરડીના વિલાણની સિઝનમાં મિલો ધમધમાવીને ૧૨૩ લાખ ટનનું અત્યાર સુધીનુ વિક્રમજનક ઉત્પાદન કરીને ખાંડની ગુણાથી ગોડાઉન ભરી દીધા છે.

ઉતરપ્રદેશ દ્વારા સીઝનમાં અન્ય તમામ રાજયો કરતાં વધુ ઉત્પાદનનો રેકોર્ડ સર્જાયો છે. ઉતરપ્રદેશમાં શેરડીના વિલાણની સીઝન ઓકરોથી મે સુધી ચાલે છે. ૨૧મી મે સુધીમાં ખાંડ વિભાગ અગાઉના ૧૧૭ લાખ ટનના ઉત્પાદનથી આ વખતે આ જ સમય ગાળા દરમિયાન ૬ લાખ ટન ખાંડનુ વધુ ઉત્પાદન કર્યુ છે. ઉતરસ્પ્રદેશ ૨૦૧૭-૧૮ની મોસમમાં ૧૨૦.૪૫ લાખ ટન ખાંડનુ વિક્રમજનક ઉત્પાદન નોંધાવ્યુ હતું. ઉતરપ્રદેશમાં ૧૧૯ સુગર મિલમાંથી ૩૯ મિલોએ વધુ ૧૦ દિવસ સુધી વિલાંણની સિઝન લંબાવીને આ વિકમ સર્જયો હતો ૧૬ મિલો ગયા વર્ષ મેના ત્રિજા સપ્તાહ સુધી ચાલુ રહી હતી.

ઉતરપ્રદેશમાં લોકડાઉન અને રાષ્ટ્રીય પરિસ્થિતને લઇને ૬૨ લાખટન જેટલી ઉત્પાદનની તફાવત નોંધાવી હતી. ૨૪ લાખ ટનમાંથી ઉત્પાદન ૩૨૬ લાખ ટન સુધી પહોંચ્યુ હતું. ઉતરપ્રદેશમાં દેશની કુલ ખાંડ ૪૭% ઉત્પાદન થાય છે. ભારતીય સુગરમિલ  એશોસિએશનના આંકડામુજબ ઉતરપ્રદેશમાં અત્યારે પણ ૪૦% જેટલી મધ્યઉતરપ્રદેશની અને પશ્ર્ચિમ ઉતર પ્રદેશની ૭૦% ફેકટરીઓ ચાલુ છે શેરી વિકાસ મંડળના મુખ્ય સચિવ સંજય બુસરેડીએ જણાવ્યુ હતુ કે લોકડાઉનની ૫રિસ્થિતિ વચ્ચે પણ રાજય સરકારે શેરડીની થિલાણની શિઝનમાં ખેડૂતોની શેરડીમીલમાં આવતી હોય ત્યારે પિલાણ ચાલુ રાખવાની વ્યવસ્થા ઉભી કરી હતી.

ઉતરપ્રદેશમાં ચાલુ પિલાગની શિઝનમાં સરકારે ખેડૂતોને ૫૬% ચુકવપાના રૂપમાં અત્યાર સુધી ૧૯૦૦૦ કરોડ રૂા.નું ચુકવણુ કરી દીધુ છે. ઉતરપ્રદેશના ખેડૂતો માટે લોકડાઉનની આ પરિસ્થિતિ શેરડીના પિલાણ માટે બાધકન બનતા ખેડૂતોનો માલ યોગ્ય રીતે વેચવાનો લાભ મળ્યો હતો.