તમામ મર્યાદાઓને નેવે મુકી….શાળામાં બાળકો સામે જ શિક્ષકે મહિલા શિક્ષિકાને ચપ્પલથી માર માર્યો

ઉત્તર પ્રદેશના લખીમપુરના ખેરી જિલ્લામાં એક વાયરલ વીડિઓ ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ જિલ્લાના શિક્ષણ વિભાગને હચમચાવી નાખ્યું છે. આ વીડિયોમાં એક શિક્ષક, મહિલા શિક્ષિકાને ચપ્પલ વડે માર મારી રહ્યો છે. કોઈએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે. જાહેરમાં થયેલા અપમાનથી ગુસ્સે ભરાયેલ શિક્ષિકાએ પણ તેને ચપ્પલથી મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ ઘટના લખીમપુરના સદર બ્લોક સ્થિત મહાગુખેડા પ્રાથમિક શાળામાં બની હતી. શિક્ષકની આ હરકતથી શિક્ષણ સંઘ પણ નારાજ છે.

કોઈ પણ વિચાર કાર્ય વગર જાહેરમાં તમામ મર્યાદાઓને નેવે મુકીને મહિલા શિક્ષિકા સીમા પર ચપ્પલ વડે હુમલો કર્યો હતો. જેમાં શિક્ષિકાને ઈજા પણ થઇ હતી. મળતી વિગત અનુસાર સીમા નામની શિક્ષિકા શિક્ષિકા તરીકે મહાગુખેડા સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. ત્યાંના કાયમી શિક્ષક અજિત કુમાર વર્મા હાજરી પત્રકમાં સહી કરવા અંગેના વિવાદને લઈને દલીલ દરમિયાન ગુસ્સે થયા હતા અને તેણે તેનો આપો ગુમાવ્યો હતો. ઘણા હંગામા બાદ આસપાસ ઉભેલા લોકોએ મામલો થાળે પાડ્યો હતો.