Abtak Media Google News

15.3 લાખ કરોડ રૂપિયાના મૂલ્યના ડિજિટલ વ્યવહાર થયા સપ્ટેમ્બર મહિનામા પણ રેકોર્ડબ્રેક વ્યવહારો થવાનાની શક્યતા

દેશમાં ઓગસ્ટ મહિનામાં ડિજિટલ પેમેન્ટમાં સતત વધારો નોંધાયો છે. ગયા મહિને યુપીઆઈથી ડિજિટલ ટ્રાન્ઝેક્શન રૂ. 15.2 લાખ કરોડ સુધી પહોંચ્યું હતું. જુલાઈથી તેમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. યુપીઆઈના કામ પર દેખરેખ રાખતી સરકારી સંસ્થા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ તેનો ડેટા જાહેર કર્યો છે.  ઓગસ્ટ મહિનામાં કુલ 1000 કરોડના  યયુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા છે, જ્યારે જુલાઈમાં આ આંકડો 934 કરોડ હતો.

Advertisement

એનામાં ડિજિટલ પેમેન્ટ વધવાનું સૌથી મોટું કારણ એ જ છે કે આ મહિનામાં સ્વાતંત્ર પર્વ હોવાના કારણે વિવિધ વેબસાઈટ ઉપર વિતરણ સતત વધ્યું હતું અને રક્ષાબંધનનો તહેવાર હોવાના કારણે ડિજિટલ પેમેન્ટ ની સંખ્યામાં વધારો નોંધાયો હતો. એવી જ રીતે સપ્ટેમ્બર મહિનામાં પણ તહેવારોની સિઝન હોવાના કારણે આ મહિનામાં ડિજિટલ પેમેન્ટની સંખ્યામાં સતત વધારો નોંધાય તો નવાઈ નહીં. ઓક્ટોબર 2019 માં ડિજિટલ પેમેન્ટના વ્યવહાર 100 કરોડને પાર પહોંચ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.