Abtak Media Google News

નિલેશ ભોજાણીની પ્રેસીડેન્ટ, જયદેવ શાહની સેક્રેટરી તથા આશિષ જોશીની ટ્રેઝરર તરીકે નિમણુંક એજયુકેશન, હેલ્થ, સ્લમ વિસ્તારના બાળકોને ભણાવવા સહિતની વિવિધ પ્રવૃતિઓ કરાવાશે

રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર ના વર્ષ 2023-24 ના નવા સુકાની રોટેરિયન નિલેશ ભોજાણી અને તેમની સમગ્ર ટીમનો પદગ્રહણ વિધિ સમારોહ ડિસ્ટ્રિકટ 3060 ના ડિસ્ટ્રિકટ ગવર્નર રોટેરિયન નિહિર દવે તથા ડીસ્ટ્રીકટ રોટરી ફાઉન્ડેશન ચેર રોટેરીયન પ્રશાંત જાની ની ઉપસ્થિતિ રવિવારે યોજાયો હતો.  કાર્યક્રમ ની શરૂઆત કલબ ના પાસ્ટ પ્રેસિડેન્ટ રોટેરીયન સરજુ પટેલે રોટરી પ્રાર્થના થી કરી . ત્યારબાદ રોટરી ફોરવે ટેસ્ટ પાસ્ટ પ્રેસિડેન્ટ રોટેરીયન જતીન ભરાડે પોતાની આગવી શૈલીમાં કરી . ત્યાર બાદ વિદાય લેતા ગતવર્ષ ના કલબ પ્રેસિડેન્ટ રોટેરીયન કુનાલ અશોક મહેતાએ પોતાના વક્તવ્યમાં તેમના વર્ષ દરમિયાન થયેલા પ્રોજેક્ટસ ની વિગતો આપ્યા બાદ રો.નિલેશ ભોજાણીને રોટરી કોલર પહેરાવીને નવા સુકાની તરીકે શુભેચ્છાઓ પાઠવી.

Advertisement

ડીસ્ટ્રીકટ ગવર્નર રોટેરીયન નિહિર વેએ રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર ના 37 મા સુકાની રો . નિલેશ ભોજાણીને વર્ષ 2023-24 ના પ્રેસિડેન્ટ તરીકે શપથવિધિ કરાવી . ત્યાર બાદ ડીસ્ટ્રીકટ ગવર્નર દ્વારા વર્ષ 2023-24 ના સેક્રેટરી તરીકે રોટેરીયન જયદેવ શાહની શપથવિધિ કરાવવામાં આવી . ત્યારબાદ સમગ્ર બોર્ડ મેમ્બર્સ ની શપથવિધિ કરવામાં આવી . નવા વરાયેલા પ્રમુખ રોટેરિયન નિલેશ ભોજાણીએ રોટરી ના સાત ફોકસ એરિયા પૈકી દરેક ફોકસ એરિયામાં વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવનાર વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓનો ટુંક માં ચિતાર આપ્યો હતો .

Rotary Club Rajkot Greater

આ પ્રસંગે ડિસ્ટ્રિકટ ગવર્નર રો . નિહિર વેએ જણાવ્યું હતું કે ડિસ્ટ્રિકટની મેજર અને મહત્વની એવી આ કલબના પદગ્રહણ વિધિ સમારોહમાં સહભાગી થવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું તેના માટે હું ગૌરવ અનુભવુ છું . રોટરી સાત ક્ષેત્રોમાં કાર્યરત છે. આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણની જાળવણી એ તેમના મુખ્ય ધ્યેય છે અને એ ધ્યેય સાથે ગુજરાત અને મહારાષ્ટ્રના બનેલા ડિસ્ટ્રિકટ 3060 ની 105 થી વધુ કલબોના 5 હજારથી વધુ સભ્યો આગળ વધી રહ્યા છે . સૌનો સાથ સૌનો વિકાસ એ માન્યતામાં દૃઢ શ્રધ્ધા ધરાવતી રોટરી સમાજના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે .

પાસ્ટ ડીસ્ટ્રીકટ ગવર્નર અને ડીસ્ટ્રીકટ રોટરી ફાઉન્ડેશન ચેર રોટેરીયન પ્રશાંત જાની એ પોતાના વક્તવ્યમાં ” રોટરી- રીઝન ટુ સર્વ ” ના ટાઈટલ સાથે રોટરી દ્વારા સમાજ ના છેવાડાના માનવી સુધી કેવી રીતે મદદ પહોંચાડવામાં આવે છે . તથા રોટરી ફાઉન્ડેશન કેવી રીતે કાર્ય કરે છે તેની વિગતવાર ચર્ચા કરી હતી . આ પ્રસંગે રોટરી ડીસ્ટ્રીકટ 3060 ના ડીસ્ટ્રીકટ સેક્રેટરી એવન્યુ રો.યશ રાઠોડ , ક્લસ્ટર સેક્રેટરી જીજ્ઞેશ લખાણી , આસિસ્ટન્ટ ગવર્નર દેવદત્ત જાની , શહેરની અન્ય રોટરી ક્લબના પ્રેસિડેન્ટ – સેક્રેટરી શહેરના પ્રતિષ્ઠિત નાગરીકો , ઉધોગપતિઓ સહિત શહેરના ગણમાન્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા . આભાર વિધિ નવા વરાયેલા સેક્રેટરી રૌ.જયદેવ શાહેએ કરી હતી .

‘અબતક’ ની મુલાકાતે આવેલ રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રમુખ નિલેશ ભોજાણીએ જણાવ્યું હતું કે, 200 થી વધુ દેશોમાં રોટરીની પાંખો ફેલાયેલી છે. દર વર્ષે 1 જુલાઇના રોજ તમામ જગ્યાએ નવા પ્રેસીડેન્ટની નિમણુંક કરવામાં આવે છે એક વર્ષ દરમિયાન રોટરી કલબ ઓફ ગ્રેટર વિવિધ સેવાકિય પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમાં હેલ્થ બાબતે, એજયુકેશન, બાંધકામ સાઇટ પર બાળકોને એજયુકેશન આપવું, ઝુંપડપટ્ટીના બાળકોને ભણાવવા સહિતની અનેક પ્રવૃતિઓ કરાવવામાં આવે છે.ત્યારે આગામી સમયમાં એજયુકેશનમાં પ્રોજેકટ આનંદને લોન્ચ કરીશું. જેમાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે. આ વખતે અમે યોગા, ઘ્યાન, પ્રાણાયમ પણ બાળકોને કરાવીશું.

ઉપરાંત શાળામાં નાના બાળકોને ભણતર સાથે સ્ટોરી ટેઇલીંગ કરાવીશું તથા પ્રોજેકટ શકિત છે. મેટરનલ અને ચાઇલ્ડ હેલ્થ બાબતે અમે કામ કરીશું. જેમાં પ્રેગનેન્ટ લેડીને પ્રોટીન કીટ આપીશું. ધોરણ 8 થી કોલેજ સુધીની દીકરીઓને સેલ્ફ ડીફેન્સની તાલીમ આપીશુઁ. પ્રોજેકટ સમૃઘ્ધિ અંતર્ગત મોટીવેશનલ પ્રોગ્રામ યોજવામાં આવશે. પર્યાવરણ બાબતે અમારી સંસ્થા ઘણા કાર્યો કરતી આવી અને આગળ પણ કરતા રહીશું. આગામી સમયમાં રાજકોટની ભાગોળે ત્રણ ગામને દત્તક લઇને તેમાં ડેવલોપમેન્ટ કરીશું. હાલ અમારા સંસ્થામાં 100 મેમ્બર્સ કાર્યરત છે. અગાઉ અમે કેન્સર હોિ5સ્ટલમાં બ્રેક થેરાપી મશીન, મેમો ગ્રાફી મશીન, પંચનાથમાં ઓપરેશન થીયેટર બનાવી આપ્યું હતું.

અમે પોલીસ કમિશ્નર સાથે વાત કરી છે. તાજેતરમાં જ યંગસ્ટર્સમાં કાર્ડ થાક એરેસ્ટના બનાવો વધી રહ્યા છે. ત્યારે ટ્રાફીક પોલીસને સી.આર.પી. ની તાલીમ આપીએ. જેથી સ્થળે પર જો કોઇ સાથે આવું બને તો તાત્કાલીક તેમની સારવાર થઇ શકે આ તકે વિવિધ પ્રોજેકટની માહીતી આપવા નીલેશ ભોજાણી સાથે જયદેવ શાહ, સેક્રેટરી તથા આશિષ જાની ટ્રેઝરર એ ‘અબતક’ ની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.