Abtak Media Google News

જળ એ જ જીવન છે ની ઉક્તિ સમગ્ર જીવ સૃષ્ટિને લાગુ પડે છે, ચોમાસાના વરસાદ થકી જ પાણીની જરૂરિયાતો ની તૃપ્તિ થઈ શકે તેમાં બે મત નથી.  કહેવત છે કે “આપ સમાન બળ નહીં” અને “મેઘ સમાન જળ નહીં” ચોમાસાના સુખરૂપ પૂરતા પ્રમાણમાં વરસાદ થાય તેને 16 આની વરસ કહેવાય છે ભારત દેશ કૃષિ પ્રધાન છે અને દેશની વસ્તી ના 80% થી વધુ લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહેશે અને તેમાં મોટાભાગના કૃષિ આધારિત અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલા છે ત્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને ટૂંક સમયમાં જ આર્થિક મહાસત્તા બનવા જઈ રહેલા ભારત માટે ચોમાસાનો વરસાદ અને ખેતી ખૂબ જ મહત્વ ધરાવે છે

Advertisement

આ વખતે પ્રિમોન્સૂન વરસાદ માટે નિમિત બનેલી બીપોર જોઈને કુદરતી ’આફત “ગુજરાતની ખેતી માટે ’અવસર’ બની હોય તેમ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભમાં જ સુખરૂપ વાવણી લાયક સપ્રમાણ વરસાદ વરસી જતા મોટાભાગના વિસ્તારમાં સમયસર અને આગોતરી વાવણી થઈ ચૂકી છે ,વરસાદના અલ્પવિરામ બાદ ફરીથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદની આગાહી છે નવસારી ,વલસાડ; દમણ દાદરા નગર હવેલી અમરેલી જુનાગઢ ગીર સોમનાથ ડાંગ ભાવનગર દીવમાં વરસાદની આગાહી છે ત્યારે ખરીફ પાકના વાવેતર બાદ હવે પછીના વરસાદ ની ભૂમિકા 16 વરસાદની બની રહેશે

ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વધારાના 10 લાખ હેકટર માં રામમોલ વાય ચુક્યા છે, અને હજુ વાવણી કાર્ય ચાલુ છે આર્થિક વિકાસ દર માટે કૃષિ વિકાસ દર અનિવાર્ય છે ત્યારે ખેડૂતોને આધુનિક ટેકનોલોજી સમયસર ની આર્થિક સહાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ અને કુદરતના આશીર્વાદ જેવા સમયસર ના પ્રમાણસર વરસાદથી આ વખતે સારું વર્ષ સવાયું ઉત્પાદન ના શુકન દેખાઈ રહી છે ત્યારે મેઘાવી જળ ખેતી ખેડૂત અને દેશના અર્થતંત્ર માટે ખરા અર્થમાં બળ આપનાર સાબિત થશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.