Abtak Media Google News

ફેર કલેકશન એજન્સી અને સિક્યોરીટી એજન્સીની પણ દાંંડાઈ પકડાઈ

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ રાજપથ લી. દ્વારા હાલ શહેરમાં સિટી બસ અને બીઆરટીએસ બસનું સંચાલન કરવામાં આવે છે. આજે શહેરી પરિવહન સેવાની કામગીરીનો માસીક રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં બેદરકારી સબબ સિટી બસ અને બીઆરટીએસ બસના ઓપરેટર બસની એજન્સીને પેનલ્ટી ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સિટી બસ સેવાના ઓપરેટર મારૂતિ ટ્રાવેલ્સના કામમાં ક્ષતિ જણાતા 10275 કિ.મી.ની પેનલ્ટી મુજબ રૂા.411970નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. સિટી બસમાં ફેર કલેકશન કરતી એજન્સી ડી.જી.નાકરાણીને બેદરકારી સબબ રૂા.21600નો દંડ આપવામાં આવ્યો છે. જ્યારે સિક્યુરીટી એજન્સી નેશનલ સિક્યુરીટી સર્વિસને ક્ષતિ બદલ રૂા.300ની પેનલ્ટી આપી છે. ગેરરીતિ અને અનિયમીતતા બદલ 3 કંડકટરને કાયમી ધોરણે ફરજ મુક્ત કરવામાં આવ્યા અને 23 કંડકટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરાયા છે. પાંચ મુસાફરો ટિકિટ વગરના પકડાતા તેની પાસેથી રૂા.500નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી માસ દરમિયાન સિટી બસ 399853 કિ.મી ચાલી હતી અને 651970ની આવક થવા પામી છે.

Advertisement

બીઆરટીએસ બસ સેવામાં પણ બેદરકારી જણાતા બસ ઓપરેટર શ્રી માતેશ્ર્વરી ટ્રાવેલ્સને 660 કિ.મી.ની પેનલ્ટી સાથે રૂા.46411નો દંડ, બીઆરટીએસ બસ સેવામાં એકસ આર્મીમેન અને સિક્યુરીટી પૂરી પાડતી શ્રીરાજ સિક્યુરીટી સર્વિસને રૂા.21106ની પેનલ્ટી જ્યારે 4 મુસાફરો ટિકિટ વીના પકડાતા તેની પાસેથી રૂા.400નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.