Abtak Media Google News

29 મિલકત ધારકોને નોટિસ ફટકારાઈ: બપોર સુધીમાં 45 લાખની રિકવરી

રિવાઈઝડ બજેટમાં પણ ટાર્ગેટમાં 1 રૂપિયો પણ ઓછો કરવામાં ન આવતા હવે ટેકસ બ્રાંચ પુરા શસ્ત્રો સજાવી બાકીદારો પર ત્રાટકી રહી છે. આજે બપોર સુધીમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં 18 મિલકતો સીલ કરી દેવામાં આવી હતી અને 19 મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી છે અને રૂા.45 લાખની વસુલાત થવા પામી છે. આજે શહેરના વોર્ડ નં.6માં પરશુરામ ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં 2 યુનિટ સીલ કરવામાં આવ્યા હતા તો પુષ્કરધામ મેઈન રોડ પર કોમર્શીયલ મિલકત સીલ કરવામાં આવી છે. વોર્ડ નં.13માં માયાણી ચોકમાં બેકબોન શોપીંગ સેન્ટરમાં 2 દુકાનો સીલ કરાઈ છે. જ્યારે વોર્ડ નં.14માં જયરાજ પ્લોટમાં મોતીવાલા હોસ્પિટલ સામે પણ શીલીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સેન્ટ્રલ ઝોનમાં 7, વેસ્ટ ઝોનમાં 6 અને ઈસ્ટ ઝોનમાં 5 મિલકતો સીલ કરવામાં આવી છે.

16 03 2021 2

આ ઉપરાંત વોર્ડ નં.10માં યુનિવર્સિટી રોડ પર સુવર્ણ કોમ્પલેક્ષમાં જપ્તી નોટિસ, સત્યમ, શિવમ, સુંદરમમાં ગ્રાઉન્ડ ફલોર પર આવેલ દુકાનને જપ્તી નોટિસ, વાવડી ઈન્ડ. એરીયામાં 9 મિલકતોને જપ્તી નોટિસ, નેહરૂનગરમાં 3 મિલકતોને જપ્તી નોટિસ સાથે સેન્ટ્રલ ઝોનમા કુલ 10 મિલકતો, વેસ્ટ ઝોનમાં 9 અને ઈસ્ટ ઝોનમાં 10 મિલકતોને જપ્તી નોટિસ આપવામાં આવી છે. હાર્ડ રીકવરીનો દૌર શરૂ કરવામાં આવતા આજે બપોર સુધીમાં કુલ 45 લાખની વસુલાત થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.