વિજળી-ખાતર પરનું ભારણ ઘટાડવા સરકાર ભાવબાંધણું અને સબસિડી નાબુદ કરશે

FARMER | GOVERNMENT
FARMER | GOVERNMENT

નવી વીજ નીતિ તૈયાર થશે: વીજ કંપનીઓ પરનું આર્થિક ભારણ ઘટાડવા સરકાર કટીબધ્ધ

કોલ્સો, વીજળી અને ખાતર સહિતની વસ્તુઓ પરની સબસીડીનું ભારણ ઘટાડવા સરકાર ભાવ બાંધણું નાબુદ કરશે. સરકારનો આ નિર્ણય વીજળી અને ખાતરના ભાવમાં વધારો કરે તેવી શકયતા છે. ખાનગી કંપનીઓના પ્રોજેકટમાં વધુ ઉત્પાદન થાય તેવા હેતુી સરકાર આ પગલા લેશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.

વીજ કંપનીઓની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે સરકાર કેટલાક નિર્ણાયક પગલા લેશે. હાલ કેટલીક વીજ કંપનીઓ દેણામાં હોવાના કારણે સરકાર ટૂંકાગાળે આવી કંપનીઓ નફો કરતી થાય તેવું ઈચ્છે છે. વીજ કંપનીઓ વધુ પ્રોફેશનલ બને તેવી પણ સરકારની ઈચ્છા છે. નવી વીજ નીતિના કારણે વીજળી અને ખાતર પરનું ભાવ બાંધણું અને સબસીડી નાબૂદ થશે જેનાથી એકંદરે સામાન્ય માણસ પર બોજ વધશે.

સૂત્રોના જણાવ્યા મુજબ નીતિ આયોગ દ્વારા હાલ નેશનલ એનર્જી પોલીસીમાં ફેરફાર કરવાનો વિચાર થઈ રહ્યો છે. નીતિ આયોગ ટૂંક સમયમાં આ પોલીસીનો ડ્રાફટ રજૂ કરશે. ટૂંક સમયમાં આ મામલે સરકાર ઘોષણા કરવાની છે. હાલ વીજ કંપનીઓનું સંચાલન વ્યવસાયીક રીતે થાય તેવી પોલીસી નીતિ આયોગ દ્વારા ઘડવામાં આવી હોવાનું જાણવા મળે છે. વીજ અને ખાતરના ક્ષેત્ર પર સૌથી વધુ સબસીડીનું ભારણ છે. જેના કારણે આ ક્ષેત્રનું ઈન્પુટ પોસ્ટ વધતું નથી. આવા ક્ષેત્રોમાં સબસીડી ઘટાડવી જોઈએ તેવો મત પ્રવર્તે છે. સરકાર પારદર્શક નીતિ દ્વારા આ ક્ષેત્ર પરી સબસીડીનું ભારણ ઘટાડી શકે છે.

ઉપરાંત વીજ કંપનીઓનું સંચાલન કોમર્શીયલાઈઝ કરવું અવા પ્રાઈવેટ પબ્લિક પાર્ટનરશીપના માધ્યમનો વિકલ્પ સરકાર પસંદ કરી શકે તેમ છે. વીજ કંપનીઓના ર્આકિ ભારણને સબસીડી ઘટાડી હળવું કરવાનો વિચાર સરકારનો છે.