શા માટે એફ અને જે બટન પર જોવા મળે છે એક ઉપસેલી લાઈન?

આજકાલ કોમ્યુટરઅથવા લેપટોપનો ઉપયોગ લગભગ બધા લોકો કરે છે. ગેમ્સ, ઈન્ટરનેટ સર્ચિંગ અથવા કોઈ પણ કામ માટે કોમ્યુટરનો ઉપયોગ કરતા હશો. આ બધા કામને કોમ્યુટર પર કરવા માટે કી-બોર્ડ પોતાની મહત્વની ભૂમિકા નિભાવે છે. કોમ્યુટર અથવા લેપટોપ કી-બોર્ડ પણ સૌથી ખાસ છે. તેના દ્વારા જ દરેક પ્રકારના કામ કરવાના હોય છે. તમે જોયું હશે કે, કી-બોર્ડ પર F અને J બટન બાકી બીજા બટનથી અલગ હોય છે. થોડું ધ્યાનથી જોવાથી તમને ખબર પડશે કે કી-બોર્ડ પર F અને J બટન પર એક ઉપસેલી લાઈન હોય છે, જે તેની સૌથી ખાસ હોવાનું દર્શાવે છે

 

આ કારણે શ્રેષ્ઠ છે F અને J બટન

કોમ્યુટર કી-બોર્ડ પર F અને J બટન એટલા માટે આપવામાં આવે છે કે, ટાઈપ કરતી વખતે કી-બોર્ડ જોયા વગર પોતાની આંગળીઓને સાચી પોઝીશનમાં રાખો. જે સમયે તમારા ડાબા હાથની ઇન્ડેક્સ ફિંગર F પર હોય છે, જ્યારે બાકી આંગળીઓ A, S અને D પર હોય છે. ડાબા હાથનું ઇન્ડેક્સ ફિંગર જ્યારે J પર હોય છે તો બાકીની આંગળીઓ K, L અને કોલન (;) પર હોય છે. આ દરમિયાન બંને હાથના અંગુઠા સ્પેસ બાર પર હોય છે. આ પ્રકારે હાથ રાખવાથી તમે બંને હાથથી કી-બોર્ડ પર સરળતાથી ટાઈપીંગ કરી શકશો અને સ્ક્રીન પર જોયા વગર જ ઝડપથી ટાઈપીંગ કરી શકશો.