Abtak Media Google News

૨૯મીએ લોકસભા ઓર્ડિનેશન કમિટીનો વર્કશોપ

પ્રદેશ ભાજપ કાર્યાલય  ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં તા પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયાની ઉપસ્થિતિમાં પ્રદેશ બેઠક યોજાઇ હતી.આગામી ૨૪ અને ૨૫ ઓગસ્ટના રોજ સુરતમાં ભાજપની કારોબારી બેઠક યોજાશે.

શ્રી ભરત પંડ્યાએ કોંગ્રેસના ગો ટુ ધ પીપલ કાર્યક્રમને નર્યું નાટક ગણાવતાં જણાવ્યુ હતુ કે, કોંગ્રેસને પ્રજા સો, પ્રજાના પ્રશ્નો સો કે સેવાકિય પ્રોગ્રામ સો કોઇ લેવા-દેવા નથી. કોંગ્રેસ ગો ટુ ધ પીપલ નહીં પરંતુ ગો ટુ ધ ૧૦ જનપ પાર્ટી છે. ૧૦ જનપ એ સોનીયા ગાંધીનું નિવાસ સન છે. કોંગ્રેસ માત્ર નેતાઓની પાર્ટી છે.

પંડ્યાએ પ્રદેશ બેઠકમાં યેલી કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, અતિવૃષ્ટિી અસરગ્રસ્ત વિસ્તારોના પુરપીડીતોને તંત્ર દ્વારા સમયસર મદદ પૂરી પાડી જરૂરી રાહત સામગ્રી, સાધન સહાય તાત્કાલિક ધોરણે પહોચાડવા તેમજ ખેડૂતોને યેલા નુકશાન બદલ વળતર માટે તાત્કાલિક ધોરણે સર્વેની પ્રક્રિયા ચાલુ કરાવવા બદલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની આગેવાની હેઠળની રાજ્ય સરકારને અભિનંદન આપવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ અસરગ્રસ્ત અમરેલી જીલ્લો, ગીર સોમના જીલ્લો, જુનાગઢ જીલ્લો તા ભાવનગર જીલ્લાના ગામડાઓમાં રૂબરૂ મુલાકાત લઇ ભાજપા સંગઠન અને તંત્ર સો સંકલન દ્વારા કરવામાં આવેલી રાહત કામગીરીની બાબતે કરેલ જાત નિરિક્ષણની માહિતી આપી સંગઠનના કાર્યકરોની સેવાકિય કામગીરીને બિરદાવી હતી.

આાગામી કાર્યક્રમોની માહિતી આપતા પંડ્યાએ જણાવ્યુ હતુ કે, આગામી ૨૯ જુલાઇના રોજ આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં, પ્રદેશ પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્રજી યાદવ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં લોકસભા સ્ટડી  કો ઓર્ડિનેશન કમિટિ કમિટિ (લોકસભા અધ્યયન-સંકલન સમિતિ)નો પ્રદેશ સ્તરનો વર્કશોપ યોજવામાં આવશે જેમાં પ્રદેશ કોર ટીમ, પ્રદેશ હોદ્દેદારો, લોકસભા ચૂંટણી આયોજન સમિતિ, મોરચાના પ્રદેશ પ્રમુખ/મહામંત્રીઓ, લોકસભા સીટના પ્રભારીઓ, જીલ્લા/મહાનગરના પ્રભારી/પ્રમુખ/મહામંત્રીઓ તા લોકસભા સીટના વિસ્તારકઓ ઉપસ્તિ રહેશે. આગામી ૧૮-૧૯ ઓગષ્ટના રોજ ભાજપાની રાષ્ટ્રીય કારોબારી યોજાયા બાદ ૨૪-૨૫ ઓગષ્ટના રોજ સુરત ખાતે પ્રદેશ કારોબારી યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.