Abtak Media Google News

ઝારખંડના ધનબાદમાં ડિસ્ટ્રિક્ટ અને એડિશનલ જજ ઉત્તમ આનંદ (એડીજે ઉત્તમ આનંદ)ની મૃત્યુએ હવે એક રસપ્રદ વળાંક લીધો છે. શરૂઆતમાં આ કેસ હિટ એન્ડ રન કેસ તરીકે સામે આવ્યો હતો પરંતુ હવે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા બાદ તે કાવતરું મર્ડરકેસ હોવાનું જણાય છે. ધનબાદમાં ઉત્તમ આનંદ બુધવારે સવારે મોર્નિંગ વોક કરી રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલા એક ઓટોએ તેમને ટક્કર મારી હતી. તે પછી તે લોહીલુહાણ સ્થળે જ પડી ગયા હતા. ત્યારબાદ શહીદ નિર્મલ મહાતો મેડિકલ કોલેજ હોસ્પિટલમાં તેમનું અવસાન થયું.

Advertisement

પાછળથી બહાર પાડવામાં આવેલા સીસીટીવી ફૂટેજના વિશ્લેષણથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે જે રીક્ષાએ તેને ટક્કર મારી હતી તે સમજી વિચારીને જ મરવામાં આવી હતી. આ કેસમાં, હવે એ વાત પ્રકાશમાં આવી છે કે, જે રીક્ષાથી જજને ટક્કર મરવામાં આવી હતી તે રાત્રે જ ચોરી થઈ ગઈ હતી અને ચોરી થયાના ત્રણ જ કલાક બાદ આ ઘટના બની હતી.

સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે જજ રસ્તાની બાજુમાં જોગિંગ કરી રહ્યા હતા. પાછળથી આવતા ઓટો, સીધા ખાલી રસ્તા પર જજ પાસે પહોંચ્યો અને તરત જ તેને ટક્કર મારી. આ ઘટના ચાર સેકંડમાં બની હતી. જજને ટક્કર માર્યા બાદ, રીક્ષાચાલક રીક્ષા સાથે ત્યાંથી ભાગી ગયો. જજ તે જ સ્થળે લોહીથી ત્યાં લથપથ પડ્યા હતા. ન્યાયાધીશ આનંદ મૂળ હજારીબાગ જિલ્લાનો રહેવાસી હતા.

ન્યાયાધીશ ઉત્તમ આનંદ ધનબાદ શહેરમાં ગેંગસ્ટર અમનસિંહ સહિત 15 થી વધુ માફિયાઓનો કેસ સંભાળી રહ્યા હતા અને તાજેતરમાં જ તેમણે અનેક ગેંગસ્ટરોની જામીન અરજી નામંજૂર કરી હતી. તેની પત્નીએ અજાણ્યા સામે હત્યાની FIR નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.