Abtak Media Google News

લોકોની ખરીદ શક્તિની સાથે બજારમાં તરલતા પણ વધી!!

દેશની અર્થવ્યવસ્થાને જડપભેર વિકસિત કરવા માટે સરકાર દવારા અનેકવિધ વિકાસલક્ષી પગલાઓ લેવામાં આવી રહ્યા છે. એટલુંજ નહીં સરકાર ફુગાવાના દરને જડપભેર ઘટાડવા માટે પણ સખત મહેનત કરી રહ્યું છે. જેમાં મહદ અંશે સરકારને ઘણી સફળતા પણ મળી છે. આરબીઆઇ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ એ વાત સ્પષ્ટ છે કે સરકાર દવારા જે કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે તે અત્યંત ફાયદારૂપ નીવડ્યું છે પરિણામે છૂટક ભાવાંકમાં મોંઘવારીનો દર ઘટીને 11 મહિનાના તળિયે આવી ગયો છે.

ભાવાંકમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ એ છે કે, હાલ લોકોની ખરીદ શક્તિમાં વધારો થયો છે એટલુંજ નહીં બજારમાં તરલતા પણ વધી છે. ખરીદી શક્તિમાં વધારો થતા લોકો લક્ઝરી ચીજ વસ્તુઓની પણ ખરીદી મુક્ત મને કરી રહ્યા છે સામે બજારમાં રૂપિયો પણ ફરતો થઈ ગયો છે જે દેશની અર્થવ્યવસ્થા માટે ખૂબ જ સારા સંકેતો છે. આવનારા દિવસોમાં પણ આ પ્રકાર ની સ્થિતિ યથાવત રહી તો દેશની અર્થવ્યવસ્થાને ઘણો ફાયદો પણ પહોંચશે. વૈશ્વિક સ્થિતિમાં ઉતારચડાવ આવવાના કારણે અન્ય દેશોની અર્થવ્યવસથાને માઠી અસર પહોંચી છે. માત્ર ભારતની સ્થિતિમાં સુધારો થયો છે. તરફ સ્થાનિક માંગમાં પણ સુધારો આવતા લોકોની ખરીદી શકતી પણ વધી છે.

આંકડાકીય માહિતી મુજબ રિટેલ મોંઘવારી દરમાં સતત બીજા મહિને મોટી રાહત મળી છે. નવેમ્બર માસમાં રિટેલ મોંઘવારી દર ઘટીને 5.88 ટકા પર આવી ગયો છે. જે ગત ઓક્ટોબર મહિનામાં  રિટેલ ફુગાવાનો દર 6.77 ટકા હતો. છૂટક ભાવવાંકમાં શાકભાજીના ફુગાવાના દરની સાથો સાથ  ખાદ્યપદાર્થોના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ફુગાવાના દરમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ખાદ્યપદાર્થોના ભાવમાં સતત ઘટાડો હોવાનું સામે આવ્યું છે. કેન્દ્ર સરકારે આરબીઆઈને 2 ટકા વધ-ઘટને ધ્યાનમાં રાખતાં 4 ટકાના સ્તરે ફુગાવો અંકુશમાં રાખવા નિર્દેશ કર્યો હતો.

ખાદ્ય પદાર્થોના મોંઘવારી દરમાં ઘટાડો થવાને કારણે છૂટક મોંઘવારી ઘટી છે.  ઓક્ટોબરમાં શહેરી વિસ્તારોમાં છૂટક મોંઘવારી 6.53 ટકા હતી જે નવેમ્બરમાં ઘટીને 3.69 થઈ છે. ગ્રામીણ વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઓક્ટોબરમાં છૂટક મોંઘવારી 7.30 ટકા હતી જે નવેમ્બરમાં ઘટીને 5.22 ટકા પર આવી ગઈ છે. એક તરફ નવેમ્બરમાં રિટેલ ફુગાવાના મોરચે સરકારને ઘણી રાહત મળી છે, તો બીજી તરફ ઓક્ટોબરમાં આઇઆઇપી એટલે કે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઘટીને માઇનસમાં આવી ગયું છે .  ઓક્ટોબર મહિનામાં માઇનિંગ ગ્રોથ 4.6 ટકાથી ઘટીને 2.5 ટકા થયો છે. તે જ સમયે, મેન્યુફેક્ચરિંગ ગ્રોથને જોરદાર ઝટકો લાગ્યો છે, તે 1.8% થી ઘટીને -5.6% પર આવી ગયો છે. વીજળી ગ્રોથની વાત કરીએ તો તે 11.6 ટકાથી ઘટીને 1.2 ટકા પર આવ્યો છે.

લક્ઝરી ગાડીના વેચાણમાં 50%નો વધારો નોંધાયો !!!

દેશની અર્થવ્યવસ્થા ઝડપભેર વિકસિત થવાની સાથોસાથ ભારતીય રૂપિયો મજબૂત બન્યો છે સામે લોકોની ખરીદ શક્તિમાં પણ વધારો નોંધાયો છે અને પરિણામે અત્યંત લક્ઝરી કારમાં 50 ટકાનો વેચાણમાં વધારો નોંધાયો હોવાનું પણ સામે આવ્યું છે જે અત્યાર સુધીમાં ભારતના ઇતિહાસમાં સૌથી વધુ છે. બે કરોડ સુધીની ગાડીમાં જે વેચાણ છે તે સૌથી વધુ નોંધાયું છે ગત વર્ષ 2018માં રેકોર્ડ બ્રેક વેચાણ થયું હતું ત્યારબાદ 2022માં 50 ટકા જેટલું વેચાણ વધી ગયું છે. લેંબોરગીની, બેન્ટલી,  ફરારી, રોલ્સ રોઇસ,  એસ્ટોન માર્ટિન, મેબેક જેવી ગાડીમાં વેચાણ ખૂબ જ વધ્યું છે જે સ્પષ્ટ સૂચવે છે કે લોકોની ખરીદ શક્તિમાં અધધ વધારો નોંધાયો છે.

આવકવેરા વિભાગનું નેટ કલેકશન 24% વધી 9 લાખ કરોડે પહોંચ્યું!!!

આવકવેરા વિભાગનું પણ નેટ કલેક્શન 24 ટકા વધી 8.9 લાખ કરોડે પહોંચ્યું છે જે સમયગાળો એપ્રિલથી નવેમ્બર માસ વચ્ચેનો છે. નેટ કલેક્શન ની સાથોસાથ આકવેરા વિભાગે 67 ટકા જેટલું રિફંડ પણ આપ્યું છે જે આશરે 2.1 લાખ કરોડ થી પણ વધુનો છે. એટલું જ નહીં હાલ આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી પણ ઝડપભેર થઈ રહી છે અને ખંડમાં સમય લાગતો તેમાં પણ હવે ઘટાડો થયો છે.

નાણાકીય વર્ષમાં 26 દિવસ ના સમયગાળામાં રિફંડ આપવામાં આવતો હતો જે હવે 16 દિવસનો સમય થઈ ગયો છે એટલું જ નહીં નાણાં વિભાગ અને સીબીડીટી નું માનવું છે કે ઘર દાતાઓમાં પણ જાગૃતતા ઘણા ખરા અંશે વધી છે અને તેઓ તેમની નૈતિક જવાબદારી સમજી પોતાનો કર પોતાના રિટર્ન નિયમિત સમયે ભરી રહ્યા છે જેના કારણે નેટ કલેક્શનમાં 24 ટકાનો વધારો નોંધાયો.  નાણાકીય વર્ષ 2023 માટે ડાયરેક્ટ ટેક્સ કલેક્શન નો લક્ષ્યાંક 14.2 લાખ કરોડ આપવામાં આવેલો છે જે નવેમ્બર સુધીમાં 8.9 લાખ કરોડ એ પહોંચી ગયો છે એટલે આશરે 60 ટકા થી પણ વધુ નો જે લક્ષ્યાંક છે તેને આવકવેરા વિભાગ પહોંચી ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.