Abtak Media Google News

અર્થવ્યવસ્થા સુદ્દઢ બનતા બેન્ક ડિપોઝીટમાં પણ 9.6%નો વધારો નોંધાયો: નાણાકીય વર્ષ 2024માં 15% વધુ ધિરાણ અપાઈ તેવી શક્યતા

દેશની અર્થવ્યવસ્થાને વિકસિત બનાવવા માટે સરકાર દરેક પ્રયત્નો હાથ ધરી રહ્યું છે ત્યારે બજારમાં તરલતા કઈ રીતે વધી શકે તે દિશામાં પણ સરકાર દ્વારા પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. ત્યારે હાલના તબક્કે વ્યાજ વધવા છતાં પણ ધિરાણ લેનારાઓની સંખ્યામાં 14.6 ટકાનો ઉછાળો નોંધાયો છે. સામે બેન્ક ડિપોઝિટમાં પણ 9.6 ટકાનો વધારો નોંધાયો છે. ધિરાણ આપવાની સંખ્યામાં  નાણાકીય વર્ષ 2011-12 કરતાં વર્ષ 2023-24માં 17 ટકાનો વધારો નોંધાયો છે.

રિઝર્વ બેંક દ્વારા હાલમાં જ રેપોરેટના દર વધર્યા પછી, જ્યાં એક તરફ લોનના દરો વધી રહ્યા છે, તો બીજી તરફ બેંકોમાં જમા રાખનારા લોકોને પણ ફાયદો મળી રહ્યો છે. વાસ્તવમાં રેપો દરોમાં વધારાની સાથે બેંક થાપણદારોને આકર્ષિક કરવા માટે એફડી દરોમાં વધારો કરી રહી છે. હાલની સ્થિતિને ધ્યાને લઇ નાણાકીય વર્ષ 2024માં 15 ટકા વધુ ધિરાણ અપાઈ તેવી શક્યતા પણ હાલ સેવાઇ રહી છે.

રેપો રેટ પ્રમાણે ભારતીય રિઝર્વ બેન્ક અને સેન્ટ્ર બેન્ક ઓફ ઇન્ડિયા અન્ય કોમર્શિયલ બેન્કોને પૈસા ઉધાર આપે છે. જ્યારે રિવર્સ રેપો દર એવો દર છે જેના આધારે કોમર્શિયલ બેન્ક આરબીઆઇને પોતાની પાસે બચેલા વધારાના નાણાં જમા કરાવે છે અને વ્યાજદર અર્જીત કરે છે. નાણાંકિય વર્ષ 2024 માટે આરબીઆઈએ આર્થિક વિકાસ દરમાં વધારો ના કરતા 6.4 ટકાથી 6.5 ટકા કરી દીધો છે. ધિરાણ વધવાનું મુખ્ય કારણ એ કે હાલ જે રીતે દેશમાં અર્થ વ્યવસ્થા જે રીતે વિકસિત કરવામાં આવી છે અને સુદ્રઢ બની છે તેના કારણે ડિપોઝિટરો અને  થાપણદારોની પણ સંખ્યામાં વધારો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.