Abtak Media Google News

ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી નિમિતે

જીટીયુ દ્વારા તૈયાર કરેલ પુસ્તકમાં અધ્યાપકો વિદ્યાર્થીઓની શ્રેણી દ્વારા

ગાંધી વિચાર ઉપર નિબંધ સ્પર્ધા અને વિવિધ વ્યાખ્યાનો રજૂ કરાયા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગાંધીનગરી મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલ ગાંધીવિચાર મંજૂષા ૨૦૨૦ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

ગાંધી વિચારને લોકો જાણે અને સમજે તે માટે જીટીયુ દ્વારા તૈયાર કરેલ પુસ્તકમાં વિદ્યાર્થીઓની શ્રેણી દ્વારા ૨૧મી સદીમાં ગાંધીવિચારની પ્રસ્તુતતા અને અધ્યાપક શ્રેણીમાં એજન્ડા ૨૦૩૦ સિદ્ધ કરવામાં ગાંધીવિચારની ભૂમિકા વિષય ઉપર નિબંધ સ્પર્ધા યોજાઇ હતી. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ૩૦૦૦ શબ્દોની નિબંધ સ્પર્ધામાં કુલ ૧૦ વિજેતાઓને રૂ. ૨૧,૦૦૦ી રૂ. ૧૦૦૦ સુધીના પારિતોષિક આપીને સન્માનિત કરાયા હતા.

આ બંને શ્રેણીમાં પ્રમ ૧૦ વિજેતાના વિર્દ્યાી અને અધ્યાપકોના નિબંધ ગાંધીવિચાર મંજૂષા ૨૦૨૦ પુસ્તકમાં સમાવવામાં આવ્યા છે. આ નિબંધ સ્પર્ધામાં અધ્યાપક શ્રેણીમાં ૫૫ અધ્યાપકોએ જ્યારે વિર્દ્યાી શ્રેણીમાં કુલ ૩૨૩ વિર્દ્યાીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

જેમાંથી શ્રેષ્ઠ ૧૦ વિદ્યાર્થી અને અધ્યાપકોની પસંદગી કરવામાં આવી છે. આ વિમોચન પ્રસંગે જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠ, કુલસચિવ ડો. કે. એન. ખેર, આસિસ્ટન્ટ રજિસ્ટાર ડો. અશોક ચાવડા અને ડો. ગોહિલ સહિત પ્રોફેસરો ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.