Abtak Media Google News

કોવિડ મહામારી બાદ ઉદ્યોગે વિકાસ અને પર્યાવરણીય સંવર્ધનની જવાબદારી સ્વીકારતાં સલામત, ઇકો-ફ્રેન્ડલી કાપડની માંગમાં વૃદ્ધિ

પોલિએસ્ટર સ્ટેપલ ફાઇબર અને ફિલામેન્ટ યાર્નના વિશ્વમાં સૌથી મોટી ઉત્પાદક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ  તેના અત્યંત લોકપ્રિય  આગ-પ્રતિરોધક પોલિએસ્ટરના ગુણધર્મો વધારવા માટે FRX ઇનોવેશન્સ નોફિયાઍ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે.

નોફિયાની અનન્ય પોલિમેરિક ફોસ્ફરસ-આધારિત કેમિસ્ટ્રી રેક્રોન એફએસને પોલીએસ્ટર ટેક્સટાઇલ એપ્લિકેશન્સ માટે વધુ ટકાઉ અને તકનીકી રીતે શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરે છે. નોફિયા એડિટિવ્સને OEKO-TEXA સ્ટાન્ડર્ડ 100 દ્વારા ટેક્સટાઇલ એપ્લિકેશન્સ અને અન્ય ટકાઉપણાના પ્રમાણપત્રો જેવા કે કેમફોરવર્ડ, ગ્રીન સ્ક્રીન અને ટીસીઓ દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે કે ટેક્નોલોજી સલામતી અને ટકાઉપણુંના આ વૈશ્વિક ધોરણોને પૂર્ણ કરે છે.

આરઆઇએલના પોલીએસ્ટર બિઝનેસના સેક્ટર હેડ  હેમંત ડી. શર્માએ જણાવ્યું કે, રેક્રોન એફએસ અત્યાધુનિક સુવિધાઓ દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે, જે પર્યાવરણને સૌથી અનુકૂળ પરિસ્થિતિઓમાંની એક છે અને તે આરઆઇએલ તરફથી રજૂ કરવામાં આવતી રિસ્પોન્સિબલ કેર પ્રોડક્ટનો એક ભાગ છે. એફઆરએક્સની નોફિયા ટેક્નોલોજી સાથે સલામતી અને તકનીકી પરિમાણો પર રેક્રોન એફએસને પ્રોત્સાહન આપવામાં અમને ખૂબ ગર્વ અનુભવાય છે. અમે સ્વાસ્થ્ય, પર્યાવરણ અને સૌંદર્ય શાસ્ત્ર સાથે સમાધાન કર્યા વિના અસાધારણ આગ સામે સલામતી આપવા માટે પ્રતિબદ્ધ છીએ.

એફઆરએક્સ ઇનોવેશન્સના સીઇઓ માર્ક લેબલે કહ્યું કે, વિશ્વના સૌથી મોટા પોલીએસ્ટર ફાઇબર અને ફિલામેન્ટ યાર્ન ઉત્પાદક દ્વારા અમને પસંદ કરવામાં આવ્યા તે બદલ અમને ખૂબ જ ગર્વ છે. છેલ્લા ઘણા વર્ષોથી ટકાઉ ઉત્પાદનોમાં ગ્રાહકની રુચિ સતત વધી રહી છે. નોફિયાને આવા શ્રેષ્ઠ વિઝિબિલિટી ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સના ક્ષેત્રમાં મૂકવામાં આવે તે જોવું લાભદાયક છે. બજારને ટકાઉ ઉત્પાદનો પહોંચાડવા માટે સતત વધતા દબાણ સાથે અમે માનીએ છીએ કે FRX ઇનોવેશન્સ રિલાયન્સ જેવા વિશ્વભરના ટકાઉ ઉત્પાદનો ઇચ્છતા ગ્રાહકો સાથે વૃદ્ધિ કરવા માટે શ્રેષ્ઠ પરિસ્થિતિ પ્રવર્તી રહી છે.

જેમ જેમ સમગ્ર વિશ્વ કોવિડ-19 રોગચાળાની અસરમાંથી બહાર આવી રહ્યું છે, ત્યારે ટકાઉ કાપડની માંગમાં પુનરુત્થાન જોવા મળ્યું છે કારણ કે ઘણી અગ્રણી ટેક્સટાઇલ કંપનીઓ તેમની કોવિડ-19 પછીની વૃદ્ધિની વ્યૂહરચનાના ભાગરૂપે તેમના પર્યાવરણીય અને સામાજિક જવાબદારીના લક્ષ્યોને જવાબદારીપૂર્વક સ્વીકારી રહી છે. સરક્યુલર ઇકોનોમીના ધ્યેયો (3છત કચરાની શ્રૃંખલા: રિડ્યૂસ, રિસાયકલ અને રિયુઝ)ના ધ્યેયોને પૂર્ણ કરવા માટે કાપડ ઉત્પાદકો નવીન તકનીકો પર આધાર રાખી રહ્યા છે, જેમ કે એફઆરએક્સની નોફિયા ટેક્નોલોજી જે ટકાઉ ઉત્પાદનોને સક્ષમ બનાવે છે. 2021માં વૈશ્વિક ટેક્સટાઇલ ફ્લેમ રિટાર્ડન્ટ્સ માર્કેટનું કદ 519.5 મિલિયન અમેરિકી ડોલર જેટલું હતું અને 2022થી 2030 સુધી 3.6%ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) પર આ બજારનું વિસ્તરણ થવાની ધારણા છે.

ઉત્પાદકોને ડિઝાઇન, રંગ, ટેક્સચર અને પર્ફોર્મન્સમાં અમર્યાદિત સર્જનાત્મકતા આપવા માટે જાણીતા પોલીએસ્ટર યાર્નના ક્ષેત્રની આ સિદ્ધિઓ હાંસલ કરવા માટે રિલાયન્સે એફઆરએક્સ ઇનોવેશન્સ નોફિયાઍ સાથે એક નવું ફાયર-રેઝિસ્ટન્ટ પોલીએસ્ટર સોલ્યુશન રેક્રોન એફએસ વિકસાવ્યું છે. એફઆરએક્સ ઇનોવેશન્સ નોફિયા પોલિમેરિક ફોસ્ફરસ એડિટિવ્સ આરઆઇએલના પોલીએસ્ટર ટેક્સટાઇલ્સમાં મજબૂતાઈ પૂરી પાડે છે અને તે અગ્નિ જ્વાળાની પ્રતિરોધક એકમાત્ર ટેક્નોલોજી છે જે કાચામાલ તરીકે રિસાયકલ પોલીએસ્ટરનો ઉપયોગ 90%થી વધુ સુધી પહોંચવાની ક્ષમતા સાથે 60%થી વધુ સામગ્રીનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.