Abtak Media Google News

આદીપૂરની ડી.એ.વી. સ્કુલ દ્વારા જોડાણ વગર ફી ઉઘરાવ્યાનું સરકારને ધ્યાને આવતા માન્ય રદ: કોર્ટના માર્ગદર્શન હેઠળ સીટ દ્વારા તપાસ

આદીપૂર ખાતે આર્યસમાજ દ્વારા સંચાલીત ડી.એ.વી. પબ્લીક સ્કુલ કે જે સ્કુલનું જોડાણ સી.બી.એસ.ઈ. સાથે નહોતા છતા પોતે સી.બી.એસ.ઈ.નું જોડાણ ધરાવે છે. તેવી જાહેરાતો કરી વિદ્યાર્થીઓને સી.બી.એસ.ઈ.ના નામે એડમીશનો આપી વાલીઓ પાસેથી મસમોટી ફી ઉઘરાવામાં આવી રહેલ હતી જે અનુસંધાને આદીપૂર રહેતા વિનોદભાઈ ખુબચંદાણી એ આદીપુર સીટી પોલીસ સ્ટેશનમાં શાળાના સંચાલકો અને કૌભાંડ આચરનાર તમામ જવાબદારો વિ‚ધ્ધ ફરિયાદ આપેલી હતી.

Advertisement

ફરિયાદી દ્વારા તમામ દસ્તાવેજી આધાર પૂરાવાઓ સાથે શાળાના સંચાલકો વિ‚ધ્ધ ફરિયાદ આપ્યા હોવા છતાં પોલીસ દ્વારા કોઈજ કાર્યવાહી કરવામાં ન આવતા ફરિયાદીએ તેમના એડવોકેટ સંજય એચ. પંડિત મારફત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. બાદ હાઈકોર્ટના હુકમ બાદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવામાં આવેલ હતી

પરંતુ ફરિયાદી એ આપેલી ફરિયાદ મુજબની કલમોને બદલે હળવી કલમો વાળી ફરિયાદ નોંધી આરોપીઓને છાવરેલા હતા. જેથી ફરિયાદી એપી.એસ.આઈ. એન.કે. ચૌહાણ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સામે હાઈકોર્ટમાં આઅંગે પીટીશન દાખલ કરેલી અને પોલીસ દ્વારા એકતરફી તપાસ થતી હોવાનો અને આરોપીઓને યેનકેન પ્રકાર છાવરવાનો પ્રયાસ કરતી પીટીશન કરેલી

જે પીટીશનની સુનવણી પૂર્ણ થતા હાઈકોર્ટે સમગ્ર ગુન્હાની તપાસ માટે એસઆઈટીની રચના કરવાનો હુકમ કર્યો હતો. જે અનુસંધાને અંજારના ડીવાયએસપી વાઘેલા ને સમગ્ર ગુન્હાની તપાસ સોંપવામાં આવેલી હતી જે તપાસ દરમ્યાન પોલીસ દ્વારા આ ગુન્હાના કામે આઈપીસીની કલમ ૪૬૭, ૪૨૦, ૧૨૦ બીનો ઉમેરો કરવાનો રીપોર્ટ કોર્ટમાં કરવામાં આવેલ છે.

સમગ્ર મુદદે ફરિયાદી વિનોદભાઈ ખુબચંદાણી એ તેમના એડવોકેટ સંજય પંડિતના માર્ગદર્શન હેઠળ કાનુની લડત આપતા પ્રાથમિક શિક્ષા નિયામક ગુજરાત ગાંધીનગર દ્વારા આ સ્કુલની માન્યતા રદ કરતો હુકમ કરવામાં આવેલો છે જે હુકમને શાળા સંચાલકો દ્વારા હાઈકોર્ટમાં પડકારેલો છે.

આ સમગ્ર પ્રકરણમાં કાનુની સલાહકાર તરીકે એડવોકેટ સંજય એચ. પંડિત માનદ સેવા આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.